તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિક્ષા-બાઈક અકસ્માતમાં પ્રૌઢનું મૃત્યુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજોધપુરપાસે એક છકડા રિક્ષાએ મોટરસાયકલ સાથે અકસ્માત સર્જતા ગીંગણી ગામના મોટરસાયકચાલકનું મૃત્યુ નિપજ્યું છે. જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના નાથાભાઈ વાઘ નામના પ્રૌઢ ગઈ તા.20ની સાંજે પોતાનું જીજે-10-બીસી 3797 નંબરનું મોટરસાયકલ લઈને માણેક ફાર્મ પાસેથી પસાર થતા હતા ત્યારે તેઓને જીજે-3-એસ 3256 નંબરના રિક્ષા છકડાએ ઠોકર મારી પછાડી દીધા હતા. ચાલુ વાહને જોશભેર પછડાયેલા નાથાભાઈને સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યા પછી તેઓનું ગઈકાલે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે. બનાવની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...