તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનપામાં એક દિવસમાં રૂ.160 લાખની આવક થઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રદ્દથયેલી ચલણી નોટો સ્વીકારવાનો નિર્ણય છેલ્લો દિવસ હોય જામ્યુકોને ગુરૂવારે 16૦ લાખની આવક થવા પામી હતી. જુની નોટો સ્વીકારવાનો તા. 24 નો છેલ્લો દિવસ હતી. આથી શહેરમાં અનેક કરદાતાઓએ છેલ્લા દિવસોમાં વેરો ભરપાઈ કરીને 5૦૦ અને 1૦૦૦ ની ચલણી નોટોનો નિકાલ કરવા નિર્ણય કર્યો હતો. આથી જામનગર મહાનગરપાલિકાને ગત્ મંગળવારે 1૦૦ લાખ, બુધવારે 123 લાખ તેમજ ગુરૂવારે છેલ્લો દિવસ હોવાથી એક દિવસમાં 2652 મિલકત ધારક આસામીઓએ 160 લાખ 46 હજારની રકમ ભરપાઈ કરીને મહાપાલિકાની તીજોરી છલકાવી દીધી હતી. ગત્ તા. 11 થી જુની નોટો મારફત વેરો સ્વીકારવાનું શરૂ કરનાર મહાનગરપાલિકાને ગુરૂવાર સાંજ સુધીમાં કુલ 13 કરોડ 15 લાખની આવક પણ પામી હતી.

ગુરુવાર સુધીમાં 13 કરોડ 15 લાખની આવક

લોકોએ સાંજ સુધી ઊભા રહી પૈસા ભર્યા

અન્ય સમાચારો પણ છે...