• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • સ્વચ્છ ભારત વિજ્ઞાન ટેક્નોલોજીની ભૂમિકા પર ધ્રોલમાં કાર્યક્રમ યોજાશે

સ્વચ્છ ભારત વિજ્ઞાન ટેક્નોલોજીની ભૂમિકા પર ધ્રોલમાં કાર્યક્રમ યોજાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રોલનાંએમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાને નેશનલ સાયન્સ સેમીનાર સ્વચ્છ ભારત વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા અને પડકારો વિષય ઉપર આગામી તા. ૨૭ જુલાઇએ યોજાનાર છે.

ગુજકોસ્ટ ગાંધીનગર, નેશનલ કાઉન્સીલ ઓફ સાયન્સ મ્યુઝીયમ મુંબઇ, ડી.પી.ઇ.ઓ.કચેરી અને ડી.ઇ.ઓ કચેરી જામનગર તથા એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલનાં સંયુકત ઉપક્મે વર્ષે સ્વચ્છ ભારત વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા અને પડકારોએ વિષય પર વિદ્યાર્થિઓ સ્વચ્છતાનાં આગ્રહી બની સ્વચ્છ રહી પોતાનાં વિસ્તારને સ્વચ્છ રાખવા સાથે સ્વચ્છતા વિશે નેશનલ સાયન્સ સેમિનારનું આયોજન કરાયું છે.

આગમી તા. 27 જુલાઇ સવારે 11 થી 5 વાગ્યે સુધી એમ.ડી.મહેતા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ ખાતે યોજાનાર કાર્યક્મમાં પ્રાથમિક શાળનાં ધો 8 નાં એક વિદ્યાર્થિ અને એક શિક્ષક તેમજ ધો. 9 અને 10 એક વિદ્યાર્થિ અને એક શિક્ષક ભાગ લઇ શકશે. ભાગ લેનારને પ્રમાણપત્ર એનાયત કરાશે તેમજ પ્રથમ બે વિજેતાને રાજય કક્ષાએ તથા રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા મોકલાશે. ઇચ્છુક શાળાએ ૧૫ જુલાઇ પહેલા રજીસ્ટ્રેશન સંજયભાઇ પંડયા ૦૨૮૯૭-૨૨૩૬૩૮ પર કરવા ણાવાયું છે.