રાજપરા ગામની સીમમાંથી 81 બોટલ દારૂ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકાતાલુકાના રાજપરા ગામની સીમમાં એક શખ્સની ઓરડીમાંથી પોલીસે અંગ્રેજી શરાબની 81 બોટલ પકડી પાડી હતી. રૂા. 40 હજારના શરાબના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

દ્વારકા તાલુકાના રાજપરા ગામમાં એક શખ્સ દ્વારા અંગ્રેજી શરાબનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી મળતા સોમવારે મીઠાપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ આર.કે. કરમટા તથા સ્ટાફ દ્વારા સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં રાજપરા ગામમાં વાડી વિસ્તારમાં આવેલી કાનાભાઈ સાંગાભાઈ મોરી નામના રબારી શખ્સની ઓરડીમાં પોલીસે તપાસ કરતા ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની કુલ 81 બોટલ સ્થળ પરથી મળી આવી હતી. પોલીસે રૂા. 40,500ની કિંમતની બોટલ કબજે કરી કાના મોરી સામે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

40 હજારના માલ સાથે આરોપીની ધરપકડ

અન્ય સમાચારો પણ છે...