તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • જામનગર |જામનગર ડીસ્ટ્રીકટ કો ઓપરેટીવ બેંક લી. જામનગરની 57મી વાર્ષિક સાધારણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર |જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી. જામનગરની 57મી વાર્ષિક સાધારણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર |જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી. જામનગરની 57મી વાર્ષિક સાધારણ સભા ઓશવાલ સેન્ટર, જામનગર મુકામે બેંકના મેનેજીંગ ડીરેકટર જીવણભાઇ કુંભરવડીયાના અધ્યક્ષ સ્થાને સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ, પ્રમુખો તેમજ મંત્રીઓની હાજરીમાં સંપન્ન થઇ હતી અને કાર્યસૂચિ મુજબના દરેક ઠરાવો સર્વાનુમતે મંજુર થયા હતાં. સભા સંપન્ન થયા બાદ સહકારી પ્રવૃતિના વિકાસ-અવરોધો તેમજ બેંકના િવકાસમાં વહીવટી પ્રશ્નાે પરત્વે ઉપસ્થિત રહેલા િજલ્લાના સહકારી અગ્રણીઓએ પેાતાના વકતવ્યમાં વાદ-વિવાદ ભૂલીને ખેડૂતોના હમદર્દી થવા વકવ્યો આપ્યા હતાં. વિશેષમાં સહકારી મંડળીઓના કાયદામાં થયેલ સુધારાનો અમલ જે ધોરણે થઇ રહેલ છે તેની વિગતેા સાથે આગામી દિવસોમાં િજલ્લાવાર િજલ્લા સહકારી બેંકોની સ્થાપના કરવાનો સરકારનો કયા પ્રકારે ઉદેશ છે તેની માહિતી બાબતે સૌએ સહકારી સંસ્થાઓના હિતમાં એક થવું પડશે અન્યથા સહકારી પ્રવૃતિ ક્રમશ નબળી પડતી જશે તે તરફ દ્રષ્ટિપાત કર્યો હતેા. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને બેંકમા ચુંટાયેલા ડિરેકટર રાઘવજીભાઇ પટેલે જણાવ્યું કે સહકારી સંસ્થાઆે પણ લોકશાહી પધ્ધતિના ધોરણે વહીવટ હાથ ધરે છે ત્યારે સંસ્થાઓ અને સભાસદ ખેડૂતોના ઉત્કર્ષ માટે સહકારની ભાવના સાથે સૌએ આગળ વધવું જરૂરી છે તેમજ ગમા-અણગમા ભૂલીને ખેડૂતોના હમદર્દી થવું જરૂરી રહેશે.

ડિસ્ટ્રિક્ટ બેંકની સામાન્ય સભામાં એજન્ડા મુજબના ઠરાવો થયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો