Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરમાં વધુ ત્રણ અપમૃત્યુના બનાવ નોંધાયા
ધંધો બરોબર ચાલતો હોય, હડિયાણાના યુવાનનો આપઘાત
જામનગરમાંવધતાં જતાં અપમૃત્યુના બનાવમાં વધુ એક અપમૃત્યુનો બનાવ સામે આવ્યો છે. જેમાં જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં રહેતા એક યુવાને થોડો સમય પહેલા ચાલુ કરેલો વ્યાપાર બરાબર ચાલતા અંતે કંટાળી જઈ યુવાને નજીકના રામપર ગામે જઈ અને આપઘાત કર્યો હતો જ્યારે બીજા બનાવમાં શહેર નજીકના બેડેશ્વર કાંટા પાસેના વિસ્તારમાં રહેતા એક જાટ પરિવારનો 17 માસની બાળકી તેના ઘરે રમતા-રમતા પાણીના ટાંકીમાં પડી જતાં ડૂબી જવાથી તેનું મૃત્યુ નીપજયું હતું જ્યારે ત્રીજા બનાવમાં શહેરના જુના રેલ્વે સ્ટેશન પાસેના ભીમવાસ વિસ્તારમાં રહેતી એક તરૂણીની ચૂંદળી પંખામાં આવી જતાં તેને ફાંસો આવી ગયો હતો અને તેનું મૃત્યુ નીપજયું હતું, ત્રણેય બનાવો અંગે લગત પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં રહેતા હેતીભાઈ કેશવજીભાઈ કાલાવડીયા નામના યુવાને થોડો સમય પહેલા ચાલુ કરેલો વ્યાપાર બરાબર ચાલતા અંતે કંટાળી જઈ યુવાને નજીકના રામપર ગામે જઈ અને આપઘાત કર્યો હતો જ્યારે બીજા બનાવમાં શહેર નજીકના બેડેશ્વર કાંટા પાસેના વિસ્તારમાં રહેતા નાનાલાલ મહાદેવજી જાટના પરિવારનો 18 માસનો ટપૂ નામનો બાળક તેના ઘરે રમતા-રમતા પાણીના ટાંકીમાં પડી જતાં ડૂબી જવાથી તેનું મૃત્યુ નીપજયું હતું.
જ્યારે ત્રીજા બનાવમાં શહેરના જુના રેલ્વે સ્ટેશન પાસેના ભીમવાસ વિસ્તારમાં રહેતી વર્ષાબેન નાનજીભાઈ પરમાર નામની તરૂણીની ચૂંદળી પંખામાં આવી જતાં તેને ફાંસો આવી ગયો હતો અને તેનું મૃત્યુ નીપજયું હતું, ત્રણેય બનાવો અંગે લગત પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છેકે, હાલાર પંથકમાં જુદી-જુદી રીતે બનતા બનાવમાં અપમૃત્યુના બનાવો પણ નોંધપાત્ર રીતે વધવા પામ્યા છે તેમાંય આત્મહત્યાના બનાવો છાશવારે બનવા લાગ્યા છે અને લોકો પોતાની મહામુલી જીંદગી હોમી દેતા હોય છે. આવા બનાવો વધવા લાગ્યા છે તે ઉપરાંત બાળકો રમતા-રમતા ખાડામાં પડી જતા હોય કે પાણીમાં ડુબી જતા હોય કે, દાઝી જતા હોય તેના કારણે તેમનો જીવ ગુમાવતા હોય તેવા બનાવો પણ વધવા પામ્યા છે. ઉપરાંતના પણ બનાવ બને છે.