Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
24 લાખ લોકોને ઉજ્જવલા યોજનામાં ગેસ મળશે
‘મા અન્નપૂર્ણા’ યોજના તથા પુરવઠા તંત્રને લગત સમીક્ષા
“માંઅન્નપૂર્ણા યોજના તથા પુરવઠા તંત્રને લગતા મુદાઓની” સમિક્ષા બેઠક અન્ન અને નાગરીક પુરવઠા રાજયમંત્રી છત્રસિંહ મોરીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી, ખંભાળીયાના સભાખંડમાં યોજાઇ હતી. તકે કલેકટર એચ.કે. પટેલે રાજયમંત્રી છત્રસિંહ મોરીનું પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું તેમજ ઉપસ્થિત પદાધિકારીઓ, અધિકારીઓનો પરિચય કરાવ્યો હતો.
રાજયમાં પ્રધાનમંત્રી ઉજવલા યોજના હેઠળ ૨૪ લાખ જેટલા લોકોને ગેસ કનેકશન આપવામાં આવશે તેમ જણાવી રાજયમંત્રી છત્રસિંહ મોરીએ વધુમાં ઉમેર્યું કે આવનારા દિવસોમાં ગમે ત્યા નો ગ્રાહક ગમે તે દુકાનેથી રેશનકાર્ડ દ્વારા અનાજનો પુરવઠો મેળવી શકશે તેવી વ્યતવસ્થાન કરવામાં આવશે. તેમણે પુરવઠા તથા તોલમાપના અધીકારીઓને દરેક પેટ્રોલપંપની ચકાસણી કરી જો કોઇ ખામી જણાય તો પગલા લેવા જણાવ્યુંે હતું. તેમણે આવનારા દિવસોમાં કેરોસીનની સબસીડી પણ બેંકમાં જમા થશે તેમજ આધારકાર્ડનું પેરીંગ રેશનકાર્ડ સાથે કરવામાં આવશે તેમ જણાવ્યુંન હતું. બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડાએ નવા બનનાર પુરવઠા ગોડાઉન તથા નવી કચેરીઓના લોકેશન બાબતે સ્થાીનિક આગેવાનોનો અભિપ્રાય લેવા જણાવ્યું હતું. જિલ્લા પુરવઠા અધિકારી કેતન જોષીએ મંત્રી સમક્ષ પ્રેઝનટેશન રજુ કર્યું હતું. જેમાં માં અન્નુપુર્ણા યોજના હેઠળ જિલ્લાઓમાં ૯૨ હજાર કુટુંબોને આવરી લેવામાં અાવ્યા છે. જિલ્લામાં ૨૫૬ વ્યાજબી ભાવની દુકાનો છે તેમજ દરેક દુકાનો ઇ-એફપીએસ છે. વયાજબી ભાવની દુકાનોની એપ્રિલ-૧૬ થી જુન-૨૦૧૬ ની તપાસણી દરમ્યાન દુકાનોમાં ગેરરીતી જણાયેલ છે જેનો ખાતારાહે કેસ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.