તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુન્નર ઉદ્યોગ શાળામાં ઉપયોગી આયોજન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જોડિયામાં મહિલા કાનૂની સહાય શિબિર યોજાઇ


શેઠકાકુભાઇ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉધોગ શાળા અને જોડિયા દ્વારા સંચાલિત યુ.પી. વ્યાસ કન્યા વિદ્યાલયમાં મહિલા કાનુની સહાય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા કાનુની સહાયની શિબિરની શરૂઆતમાં જે.ડી. માંકડે કાયદા અને કાનુની વિષેની માહિતી આપી અને ન્યાય તંત્રમાં દરેક વ્યકિતને સમાન હકકો પ્રાપ્ત થયેલા છે અને તમામને નિ:શુલ્ક કાનુની સહાય આપવામાં આવે છે. વિદ્યાર્થીનીઓ કાયદા અને કાનુનથી પરિચિત થાય તે માટે અલગ-અલગ કાયદાની માહિતી આપી. એસ.કે. રાચ્છ લગ્ન, પરિવાર, નોકરીના સ્થળ પર સ્ત્રીના અધિકારો વિશે માહિતી આપી. વકીલ માનસાતાએ કાયદા અને કાનુનનો ઉપયોગ કરવો ના પડે તેવા પગલાઓ લેવાનું કહયું બાળકના જન્મ સમયે નોંધણી કરાવવી, મૃત્યુ સમયે મરણ નોંધ કરાવવી જરૂરી છે.

આર.એન. ગોસાઇ વિધાર્થીનીઓને સ્ત્રીઓના કાયદા, સ્વમાન, પ્રતિષ્ઠા વિશે માહિતી આપી. ગુજરાત રાજય કાનુની સેવા સમિતિ તથા જામનગર િજલ્લા કાનુની સેવા સમિતિના માર્ગદર્શન હેઠળ કાનુની શિક્ષણ શિબિરમાં જોડિયાના પ્રિન્સીપાલ સિવિલ જજ અેસ.સી. પટેલ, પીએસઆઇ પુનમબેન કાેરીંગા, વકીલ એસ.કે. રાચ્છ, જે.ડી. માંકડ, વી.એસ. માનસાતા, આર.એન. ગોસાઇ તથા વકીલોની સમગ્ર ટીમ શાળાના શિબિરમાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો