તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરથી અધિકારી રાઉન્ડ મારે છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દ્વારકા િજલ્લો અલગ થયો પણ ફૂડ ઇન્સ્પેક્ટર નથી


દ્વારકાિજલ્લો થયા પછી પણ િજલ્લા કક્ષાના ફુડ ઇન્સ્પેકટર કે જે ખાદ્ય તથા પીણામાં ચેકીગ કરે તે ના હોય આડેધડ રીતે મરજી પડે તેવી ભેળસેળ ચાલી રહી છે.

ઠંડા પાણીઓમાં અખાદ્ય કલરથી માંડીને શરીરને નુકશાન કરે તેવા પદાર્થો ભેળવાય છે તો દુધમાં પણ મોટા પ્રમાણમાં ભેળસેળ ચાલી રહી છે આવી રીતે શહેરમાં મસાલાના અનેક વેપારીઓ પણ મસાલામાં હળદર, મરચાની ભૂકી જેવામાં ભેળસેળ કરતા હોવાની વ્યાપક ફરિયાદો છે પણ સરકારી તંત્ર કંઇ પગલા લેતું નથી.

આવી સ્થિતિ નગરપાલિકામાં છે વર્ષો પહેલા હરકાંતભાઇ શુકલ ફુડ ઇન્સ્પેકટર હતા તથા તેમના સમયમાં ચેકીગ થતું હતું તથા ભેળસેળમાં જેલ થયાના પણ દાખલા છે પરંતુ પાલિકામાં પણ વર્ષોથી ફુડ ઇન્સ્પેકટર નથી. મસાલાનું ઉદાહરણ જાણવા જેવું છે મરચા ખરીદ કરો તો મરચાની તૈયાર ભુકકી કરતા મોંઘા આવે અાવી રીતે હીંગના ગાંગડા તૈયાર હીંગ કરતા મોંઘા, હળદરના ગાંઠીયા તૈયાર હળદર કરતા મોંઘા જો કાચો માલ મોંઘો અને પાકો સસ્તો હોય તો ભેળસેળ થાય તે !! તે બાબતને પણ સુચક ગણાવાઇ છે.

ફુડ ઇન્સ્પેકટરની જગ્યા ભરાશે કે ભેળસેળીયા તત્વોનું રાજ ચાલશે તેવો સવાલ ઉઠવા પામેલ છે. કેમ કે, નાની-મોટી દરેક ખાદ્ય ચીજવસ્તુમાં ભેળસેળ થતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે જે અંગે તંત્રએ પગલા લેવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો