તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • ડેમના કામમાં સઘન તપાસ જરૂરી, સિંચાઇ યોજના નિષ્ફળ જાય તેવી ભીતિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેમના કામમાં સઘન તપાસ જરૂરી, સિંચાઇ યોજના નિષ્ફળ જાય તેવી ભીતિ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રેંટાકાલાવડ ડેમના કામમાં ગેરરીતિ થઇ હોવાની રજૂઆત


ભાણવડતાલુકાની રેંટાકાલાવડમા કરોડોના ખર્ચે સિંચાઇ યોજના મંજુર કરવામા આવી હતી. યોજના અંતર્ગત ડેમ બનાવવામા આવી રહ્યો છે. કામમા ગેરરીતી થઈ હોવાની રજુઆત વકિલ દ્વારા કરવામા આવી છે.

રેંટાકાલાવડ ડેમ સિંચાઇ યોજનામા મંત્રી બાબુભાઇ બોખીરીયા દ્વારા ઉદઘાટન કરવામા આવ્યુ હતુ. ડેમમા સાંસદ પુનમબેન માડમ દ્વારા કોન્ટ્રકટરોને સુચના અપાઇ હતી કે, કામ પ્રમાણીકતાથી કરવાનું રહેશે.બીજી તરફ ડેમના કામના અનુસંધાને એક આરટીઆઇ એક્ટીવિસ્ટ દ્વારા ડેમની કામ બાબતે માહિતી માંગવામા આવી હતી. તેમા ભાણવડ તાલુકાના ચાલી રહેલા ડેમના કામમા કોન્ટ્રાકટર દ્વારા મનઘડત રીતે કામ શરૂ કરાયુ છે. ભાણવડના સાજડીયારી ગામના વતની એડવોકેટ હિતેશભાઇ મોઢવાડીયાએ કામ અંગે જાણકારી મેળવવાની કોશીષ કરી હતી. જેમા કોન્ટ્રાકટર દ્વારા અણધડ રીતે જવાબો આપવામા આવ્યા હતા. જેને કારણે માહિતી અધિકાર નિયમ મુજબ માહિતી માંગવામા આવી હતી.

વકિલ દ્વારા સિંચાઇ ખાતાના અધિકારીઓનુ ધ્યાન દોરતા તેમના તરફથી યોગ્ય પ્રતિભાવ મળ્યો હતો.

નિર્માણ પામતા આડેમ આજુબાજુના ગ્રામ્યવિસ્તારના લોકોમા પણ કોન્ટ્રાકટરના કામ અંગે શંકા સેવાઇ રહી છે. સાથે ડેમના નિચાણવાળા વિસ્તારમા સમાવેશ થતા ગામોમા નબળા કામ અંગે ચિંતાનુ મોજુ ફેલાયુ છે.

બાબતે સિંચાઇ વિભાગના અધિકારીઓને ગ્રામજનો દ્વારા ડેમના નબળા કામ અંગે અનેક રજુઆતો કરાઇ છે. તેમ છતા ડેમના કામ અંગે તપાસ કરવામા આવી નથી.

11 મુદ્દાની માહિતી માગવામાં આવી

કામબાબતે 11 મુદ્દાની માહિતી માંગવામા આવી છે. વકિલે જણાવ્યુ હતુકે સિંચાઇ વિભાગ દ્વારા સમયસર માહિતી આપવામા આવેછેકે નહી તે જોવાનુ રહેશે તેમજ સમય મર્યાદામા કામ પુર્ણ કરવામા આવે તે જરૂરી છે. તેમજ કોન્ટ્રાકટરની રાજકીયવગના જોરે માહિતી દબાવી દેવામા આવશે કે કેમ અને હમેંશની જેમ ભાણવડ તાલુકામા બનતુ આવ્યુ છેકે ગેરરીતી સામે ઉઠેલા અવાજને દબાવવામા આવે છેકે નહી તે આવનાર સમયમા ખબર પડશે તેવુ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો