તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાઇનલમાં 13 રનથી રોમાંચક રીતે હારજિત થવા પામી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રિકેટ ટૂર્ના. માં ટાઇગર ઇલેવન વિજેતા


શહીદભગતસિંહ ગૃપ દ્વારા જામનગરમાં યોજાયેલી રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગરની ટાઇગર ઇલેવન ટીમ વિજેતા થઇ હતી જેમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી ટુર્નામેન્ટના ફાઇનલમાં રોમાંચક રીતે 13 રનથી હારજીત થઇ હતી.

શહીદ ભગતસિંહ ગૃપ તેમજ દ્વારકેશ ગ્રુપ દ્વારા જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર-કચ્છની ખ્યાતનામ 32 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલમાં મુરલીધર ટીમ રાજકોટ તેમજ ટાઇગર ઇલેવન જામનગર વચ્ચે જાેરદાર મુકાબલો થયો હતો. મુરલીધર ટીમે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી અને ટાઇગર ઇલેવને પહેલો દાવ લેતાં કુલ 10 ઓવરમાં 117 રન બનાવ્યા તેનાં જવાબમાં મુરલીધર ટીમે 10 ઓવરમાં 99 રન કર્યા જેથી જામનગરની ટાઇગર ઇલેવન ટીમનો 13 રને રોમાંચક વિજય થયે વિજેતા ટીમને જામનગર શહેરના મેયર પ્રતિભાબેન કનખરાના હસ્તે ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ રનરઅર્પ મુરલીધર ટીમને મેરામણભાઇ ભાટુ પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન તથા કોર્પોરેટરના હસ્તે ટ્રોફી તથા રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા હતાં.

સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન બેસ્ટ બેસ્ટમેન દીપેશ ભટ્ટી, બેસ્ટ બોલર અલ્તાફ મુરીમા તથા બેસ્ટ ક્રિકેટ કિપર સંજયભાઇ દુરાની, બેસ્ટ ફીલ્ડર હિતેન્દ્રસિંહ જાડેજા તેમજ મેન ઓફ સીરીઝ વરૂણભાઇ ડાંગરને ભારતના પૂર્વ ક્રિકેટર અને જામનગર શહેરના વતની સલીમભાઇ દુરાની તેમજ રણજીત ટ્રોફીના પ્લેયર દિવ્યરાજસિંહ ચૌહાણ તેમજ જામનગરનાં જીતુભાઇ લાલ તથા પ્રતિષ્ઠિત નામી-અનામી વ્યકિતઓ દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે હરેશભાઇ ગઢવી તેમજ તેની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

વિજેતા ટીમને મેયરના હસ્તે ટ્રોફી આપવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો