તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં જુગાર રમતા 8 શખ્સો પકડાયા, 2 ફરાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાંપોલીસ દ્વારા ઠેર-ઠેર જુગાર અંગે દરોડા કરવામાં આવતા હોય છે જેમાં જામનગર નજીકના ચાપાબેરાજા ગામમાં આવેલી એક વાડીમાં વાડી માલિક દ્વારા બહારથી માણસો બોલાવી અને જુગાર રમાડાતો હોવાની બાતમી પોલીસને મળતા વાડીમાં રેડ કરવામાં આવી હતી અને જુગાર રમી રહેલા 8 શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે વાડી માલિક સહિત અન્ય એક શખ્સ ફરાર થઈ ગયો હતો પોલીસે સ્થળ પરથી કુલ રૂપિયા 2.62 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો અને તમામ શખ્સો સામે જુગારધારાની કલમ 4,5 મુજબ ગુનો નોધવામાં આવ્યો હતો.

ચાપાબેરાજા ગામમાં આવેલી જયુભા ભૂરૂભા જાડેજાની વાડીમાં તેમના દ્વારા બહારથી માણસો બોલાવી અને જુગાર રમાડાતો હોવાની બાતમી પોલીસને મળતા વાડીમાં રેડ કરવામાં આવી હતી અને જુગાર રમી રહેલા અશોકભાઈ પબાભાઈ પીંગળ, રતુભા મનુભા જાડેજા, ગજુભા છોટુભા પરમાર, ભરતસિંહ ભીખુભા ચાવડા, ધર્મેન્દ્રસિંહ મહિપતસિંહ પરમાર, પ્રવિણસિંહ હેમતસિંહ જાડેજા, રોહિતસિંહ ભીખુભા જાડેજા, મધુભા જોરૂભા જાડેજા, નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા જ્યારે વાડી માલિક જયુભા ભૂરૂભા જાડેજા સહિત રૂડા ભાભર નામના શખ્સો ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી કુલ રૂપિયા 2.62 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

2.62 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો

વાડી વિસ્તારમાં પોલીસ દ્વારા દરોડો પડાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો