તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાવીર સ્વામીની જન્મ વાંચન તથા 14 સ્વપ્નની ઉછામણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આરાધનાધામમાં પર્યુષણની ઉમંગ-ઉલ્લાસ સાથે ઉજવણી

મહાવીર સ્વામીના વિવિધ દર્શનોમાં સહભાગી થતાં ભાવિકો

ખંભાળિયા-જામનગરહાઇવે રોડ પર સુવિખ્યાત આરાધનાધામ ખાતે પર્યુષણ પર્વ નિમિતે ધર્મમય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં જેમાં વિશાળ સંખ્યામાં જૈન શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહયા હતાં.

હાલારના લાડીલા પ.પૂ.પં. વજ્રસેન વિજયજી મ.સા. તથા પરમ પૂજય હેમપ્રભસુરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી હાલાર તિર્થ આરાધના ધામ ખાતે દર વર્ષે પર્યુષણની ઉજવણી થાય છે. ભાદરવા સુદ-એકમના પ્રભુ શ્રી મહાવીરસ્વામીના જન્મનું વાંચન થયું હતંુ.

માતા ત્રિશલાદેવીને આવેલા ચૌદ સ્વપ્નની ઉછામણી ખુબ સારા પ્રમાણમાં થયેલી તેમજ જીવદયા ફંડમાં ઉપજ થયેલી. ભવ્ય પ્રસંગે જામનગરથી ટ્રસ્ટી આર. કે. શાહ, રાજેશ ખિમશિયા અને રમેશ સાવલા પધાર્યા હતાં. ઉપરાંત રિલાયન્સ ટાઉનશીપમાંથી સંજય કોઠારી, હેમેન્દ્ર શાહ તથા જૈન સ્ટાફ પરિવારો સાથે ઉપસ્થિત રહી ભગવાન મહાવીરનું જન્મ વાંચન કરી ઉજવણી કરી હતી. હાલાર તીર્થ ખાતે દેરાસરજીમાં દરરોજ રોશની, ભવ્ય આંગી દર્શન, પુજા-ભાવના જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં જેમાં ભકિતભાવપૂર્વક ઉજવણીમાં અનેક લોકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો