તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાયાની જગ્યા ખૂટતા વહીવટી કાર્યો ખોરંભે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર, દેવભૂમિ દ્વારકામાં કલાર્કોની જગ્યા ભરવા માગ

ઘટતા સ્ટાફથી અધિકારીઓ પર કામનો બોજ

રાજ્યનીગ્રાન્ટેડ શાળાઓમાં લગભગ ચારેક વર્ષથી જેમ શિક્ષકોની ભરતી બંધ છે.તેમ કારકૂનની ભરતી પણ બંધ થતાં નિવૃત કે સ્વૈચ્છીક નિવૃતિથી ખાલી પડેલી જગ્યાઓ વર્ષોથી ખાલી રહેતા વહીવટી કામોમાં ભારે પરેશાની થતી હોય છે . હાલાકીને દુર કરવા નવી ભરતી કરવી જરૂરી છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ ગ્રાન્ટેડ શાળાઓમાં કલાર્કોની ખાલી જગ્યાઓ અંગેની માહિતી મંગાવવામાં આવી છે.1-ઓગસ્ટ -11ના ઠરાવની જોગવાઇ અનુસાર વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં લઇને હાલની સ્થિતિએ કલાર્કની જગ્યા કેટલી મળવાપાત્ર છે અને તેમાંથી કેટલી ખાલી છે તે અંગેની વિગતો મંગાવવામાં આવી છે. જેથી ખાલી જગ્યાઓ ભરવા માટે આયોજન થઇ શકે. વર્ષો પછી વહીવટી પાંખ કલાર્કની જગ્યાઓ ભરવા તજવીજો કરવા રજુઆત કરવામા આવી છે. હાલ આવી શાળાઓમાં વ્યાયામ શિક્ષકો, કલાર્કની કામગીરી બજાવી રહ્યા છે, તે સિવાય આરોગ્ય, કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી, જિલ્લા પંચાયત સહીતના અનેક વિભાગોમા કલાર્કની જગ્યા ખુટતી હોવાથી વહિવટી સેવા કથળી જવા પામી છે. તેમજ અનેક અરજદારોના પાયાના પ્રશ્નોમા અનેક દિવસો બાદ પણ પુર્ણ થતા નથી.

દ્વારકાના 4 તાલુકા અને જામનગરના 6 તાલુકાઓની કચેરીઓમા વહીવટી સ્ટાફની ઘટને કારણે તાલુકાના કાર્યો અને વિકાસ કામો અટકી જવા પામ્યા છે અને અધિકારીઓને ઓવરટાઇમ કરીને કાર્યો પુર્ણ કરવા પડે તે સ્થિતિ નિર્માણ પામી છે. જેથી અનેક અસુવિધાઓ પ્રવર્તી હોવાથી કર્મચારીઓનો સ્ટાફ ભરવા માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો