તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • જામનગર મહાનગરપાલિકામાં બાંધકામ રજાચિઠ્ઠી માટે વિના કારણ થતો વિલંબ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર મહાનગરપાલિકામાં બાંધકામ રજાચિઠ્ઠી માટે વિના કારણ થતો વિલંબ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા છેલ્લા આશરે દોઢેક વર્ષથી બાંધકામ વપરાશ પરવાનગી આપવામાં અતિ વિલંબ નીતિ અખત્યાર કરવામાં આવી રહી હોવાની બુમ ઉઠી છે. જામનગર મહાનગરપાલિકામાં પણ અેકાદ વર્ષ પહેલા સુધી આજ પ્રકારે રજાચિઠ્ઠીઓ અપાતી હતી. પરંતુ છેલ્લા એકાદ વર્ષથી બાંધકામ પરવાનગી માટેની કાયદેસરની ટાઉન પ્લાનિંગ શાખા અને ટાઉન પ્લાનિંગ ઓફિસરને શોભાના ગાંઠિયાની જેમ બાયપાસ કરીને કમિશનર હર્ષદ પટેલે એક ખાસ સમિતિની રચના કરી રજાિચઠ્ઠી આપવાની કામગીરી પોતાના હસ્તક લઇ લીધી છે. સમિતિ દોઢ-બે મહિને એકાદ વખત મંજૂરીની કાર્યવાહી માટે મળે અને એમા પણ પહેલા લો રાઇઝ રહેણાક ટેનામેન્ટની ફાઇલો મંજૂર થાય પછી થોડા દિવસ બાદ કમ્પલિશનના પ્રકરણ હાથ ઉપર લેવામાં આવે અને ત્યાર બાદ બિન રહેણાંક ફાઇલો એમ સમિતિની કાર્યવાહીનો સિલસિલો એકાદ મહિના જેટલો લંબાય અને મંજૂરીની પ્રક્રિયાની અહી પૂર્ણાહુતિ થાય સમિતિએ મંજૂરી આપેલ પ્રકરણોમાં કમિશનરની મંજૂરી માટે રાહ જોવી પડે છે.

કમિશનર કાર્યાલયમાંથી બહાર આવેલી ફાઇલોના મંજુરી સબબના ચાર્જીસ વળી ફરજિયાત પણે ઓનલાઇન મેસેજ મળ્યા પછી ભરી શકાય અરજદાર ટાઉન પ્લાનીંગ શાખામાં રૂબરૂ જઇને ચાર્જીસ ભરવા સંબંધિ સ્લીપ મેળવી શકે ટાઉન પ્લાનીંગ શાખાનો એકમાત્ર કોમ્પ્યુટર ઓપરેટર-કલાર્ક બધી ફાઇલોના મંજુરીના ચાર્જીસના પેમેન્ટ માટેની ઓનલાઇન એન્ટ્રી કરી આપે તે પછી નાણા ભરવાનો મેસેજ મળે છે. મંજુરીના ચાર્જીસ ભર્યા પછી પણ રજાચિઠ્ઠી અરજદાર કે એન્જીનિયરને તો આશરે એકાદ મહિને હાથમાં આવે છે. ચાર્જીસ ભરી દીધા બાદ પણ ઘણી ફાઇલો ફેર ચકાસણીમાં અટકી જાય છે.

નાના ટેનામેન્ટની પરવાનગીમાં પણ વિતતા 4-4 મહિના

આર્કિટેકટ એન્ડ એન્જિનિયર્સ એસોસિએશન ખફા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો