તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2800 તાવના દર્દીના લોહીના નમૂના લેવાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરશહેરની જેમ જિલ્લાભરમાં પણ મરછરોના ઉપદ્રવે માઝા મૂકી છે અને ઠેર-ઠેર લોકો મરછરોથી ત્રાસી ગયા છે. દરમિયાન જ્યાં-જ્યાં ગંદકી, ભરેલા પાણી, ખુલ્લી ગટરો, કોહવાયેલા કચરા, કાટમાળ વગેરે પડયા રહે છે. ત્યાં દરેક જગ્યાએ મરછરોના ઇંડા એકઠા થતાં હોય છે. જેના કારણે વધતો જતો જંતુજન્ય પ્રકોપ જનઆરોગ્ય માટે ખતરો છે. તો તંત્ર માટે એક પડકાર પણ છે.

જિલ્લા મલેરિયા અધિકારી જે. એન. પારકરના જણાવ્યા મુજબ, છેલ્લા એક મહિનામાં તાવના 2800 કેસ નોંધાયા હતાં. જેમાંથી લોહીના નમૂનાઓ લીધા બાદ મલેરિયાના 10 કેસ નોંધાયા છે. જો કે, દરેક કેસ નવા હોય તેવું નથી. કેમ કે, અગાઉના મલેરિયા વખતે પૂરતી દવાનો કોર્સ થયો હોય તો તાવ ઉથલો મારતા હોય છે. તેમજ ડેંગ્યુના બે કેસ નોંધાયા હતાં ખાસ કરીને સપ્ટેમ્બરની શરૂઆતમાં જામનગર શહેરમાં પ્રથમ દિવસમાં તાવના 300 દર્દીઓમાંથી સાદા ડેંગ્યુ જેવા લક્ષણના 12 તથા સાદા મલેરિયાના 6 કેસ નોંધાયાનું કોર્પોરેશનના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે.

બીજી તરફ તાવના કારણોમાં શરદી, નબળાઇ કે અન્ય ચેપ પણ હોઇ શકે છે. તેમ છતાં હાલની સ્થિતિમાં શહેરી વિસ્તારો જયાં વધુ ગીચતા, વધુ ગંદકી વગેરે છે. પાણીના બગાડ અને એકઠા થવાના બનાવ પણ વધુ છે. ત્યાં-ત્યાં વધુ મરછર પ્રકોપ છે. જે ખૂબ ગરમી પડે ત્યારે ઓછા થાય તેવું અનુમાન છે.

તાજેતરમાં દિવસે-દિવસે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો હોવાનો અનુભવ નગરજનો કરી રહયા છે. માખી જેવડા મોટા મરછરોના ઝુંડથી લોકો ત્રાસી ગયા છે. સાંજ પડે કે શહેરમાં-ઘરોમાં જાણે મરછરોનું આક્રમણ થતું હોય, તેમ મરછરોના ડંશ લોકોને વ્યથિત કરી મુકે છે. સમસ્યા માટે ખાસ કરીને શહેરમાં ખુલ્લી ગટરો જવાબદાર હોવાનું મનાય છે. ઉપરાંત સમસ્યા માટે પાલિકાના ફોગીંગ મશીનો માત્ર શોભાના બની રહયા હોય, તેમ મરછરો પર કોઇ પ્રકારનો કાબૂ રહયો નથી. મહત્વના પ્રશ્ને અને મરછરોના કારણે કોઇ મોટો રોગચાળો ફાટી નીકળે તે માટે પાલિકા તંત્ર દ્વારા સફાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવી, ગંભીરતાપૂર્વક વ્યાપક અને જરૂરી પગલાંઓ તાકીદે લેવામાં આવે તેવી જનમાંગ ઉઠી છે.

શહેરમાં ડેંગ્યૂના 12 અને મલેરિયાના કેસ નોંધાયા, આરોગ્ય તંત્ર તાકીદે પગલાં લે તેવી ઉઠેલી માગણી

મચ્છરો અને જીવાતોના આક્રમણને પગલે જિલ્લામાં રોગચાળાનું પ્રમાણ વધવાની શક્યતા

વિવિધ પ્રકારના મરછરોની ઉત્પતિના સ્થાનો જેવા કે પાણી ભરેલી ખુલ્લી ટાંકીઓ, ધાબા ઉપરની કે અન્ય પાણીના ખુલ્લા બેરલો કે વાસણો, કુલર નકામા ટાયર, કાચ કે પ્લાસ્ટીકની બોટલો, ફુલદાની, પાણી ભરેલા ખાબોચીયા વગેરે સ્થળોના સ્થિર પાણીમાં મરછરો ઇંડા મુકી તેના પોરા દ્વારા મરછરોનો વિશેષ ઉપદ્રવ થાય છે. જે અટકાવવું, સંગ્રહ કરેલ તમામ પાણીના સ્થાનો દર અઠવાડિયે પાણી ખાલી કરી અને વાસણો કે ટાંકીની અંદરની દિવાલે મરછરના ઇંડા ચોંટેલા હોય છે. જેને બરાબર ધસીને સફાઇ કરેલ વાસણ કે ટાંકીમાં ફરીથી પાણી ભરવું તેમજ આવા તમામ પાણીના સંગ્રહ સ્થાનો ચુસ્ત ઢાંકણ કે કપડા વડે ઢાંકીને રાખવા, દવાનો છંટકાવ કરવામાં આવે ત્યારે ઘરના તમામ વિસ્તારમાં દવાનો છંટકાવ કરવો. આજુબાજુ પાણીના ખાબોચીયા ઉલેચી નાખવા અથવા તેમાં બળેલું ઓઇલ નાખવું, રાત્રે સુતી વખતે શરીર ઢંકાય તેવા કપડા પહેરવા અને મરછરદાનીનો ઉપયોગ અવશ્ય કરવો. અથવા મરછર વિરોધી ક્રીમનો ઉપયોગ કરવો. લીમડાના પાનનો ધુમાડો કરવો.

ઉપદ્રવથી બચવા આટલું કરો

જામનગર કોર્પોરેશન હસ્તકની આઠ ડીસ્પેન્સરીઓ હેઠળ મળીને ઓગસ્ટ મહિનામાં તાવના 1800 કેસ આવ્યા હતાં જેમાંથી મેલેરીયાના 2 કેસ આવ્યા હોવાનું આરોગ્ય અધિકારી પંચોલીએ જણાવ્યું હતું જોકે, મચ્છરના ઉપદ્રવના કારણે હાલ તાવ આવે ત્યારે તેનું તબીબી પરીક્ષણ કરાવવું અતિ આવશ્યક છે.

જામનગર શહેરમાં 1800 કેસ

આશ્ચર્યકારક રીતે દરિયાથી તદન નજીકના વિસ્તારમાં મરછરોના ઉપદ્રવ થતાં નથી. કેમ કે, દરિયાના ખારા પાણીમાં મરછરના લાર્વા-ઇંડા પોષીત થઇ શકતા નથી. હા, દરિયાકિનારાના ગામો-વસાહતોમાં જો ગંદકી હોય, બંધીયાર ટાંકા હોય તો ઉપદ્રવ થઇ શકે છે.

દરિયાથી નજીક ઉપદ્રવ ઓછો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો