તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • ગણપતિ વિસર્જન માટે વ્યવસ્થા ગોઠવતું જિલ્લા વહીવટી તંત્ર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણપતિ વિસર્જન માટે વ્યવસ્થા ગોઠવતું જિલ્લા વહીવટી તંત્ર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાંધામધૂમથી ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ગણેશ વિસર્જન કરવાનું થાય તે માટેની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર ગોઠવવામાં આવી છે. અને રોઝી બંદરે ધાર્મિક વિધિ કરવા આયોજન થયું છે. જે માટે જરૂરી ક્રેન અને હાઈડ્રો પણ સુવિધા માટે રાખવામાં આવશે.

જામનગરમાં નાના-મોટા 3500થી વધુ ગણેશની મૂર્તિ સ્થાપન કરવામાં આવી છે. જ્યારે તેમાથી સાર્વજનિક અને મોટા એવા 380થી વધુ ગણપતિ સ્થાપન કરવામાં આવ્યા છે. જે તમામની ઉજવણી દરમિયાનની વ્યવસ્થાઓ તેમજ વિસર્જન પ્રક્રિયા માટે એક મહત્વની મિટિંગ કરવા માટે હરિદાસ જીવણદાસ લાલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો એન મિટિંગ બોલાવવામાં આવી હતી. જે મિટિંગમાં ગણેશ મંડળના આયોજકો જિલ્લા કલેક્ટર, એડિશનલ કલેક્ટર, ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલ, પોર્ટ ઓફિસર, ડીવાયએસપી, ચીફ ફાયર ઓફિસર વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર માંકડિયાના પ્રયાસોથી રોઝી બંદરે ગોઠવવામાં આવનારી ગણેશ વિસર્જનની વ્યવસ્થા અંતર્ગત બે ખાનગી કંપનીઓની ક્રેનની વ્યવસ્થા તારીખ 15ના ગોઠવવામાં આવશે. તેમજ એચ.જે.લાલ ટ્રસ્ટ દ્વારા એક હાઈડ્રો ક્રેન પણ અને બાર્જની સુવિધા પૂરી પાડવામાં આવશે. પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા અંગે સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે.

રોઝી બંદરે ધાર્મિક વિધિ કરવા માટે આયોજન થયું

કોઇ દુર્ઘટના બને તે માટે બે ક્રેન અને એક હાઈડ્રોની વ્યવસ્થા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો