તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધતું હોવાનો જીપીસીબીનો રિપોર્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધતું હોવાનો જીપીસીબીનો રિપોર્ટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છેલ્લાકેટલાક સમયથી રાજ્યનો હવા પ્રદૂષણમાં ચિંતાજનક ધોરણે વધારો થતો જોવા મળ્યો છે. રાજ્યના પ્રદૂષિત શહેરોમાં જામનગરનો પણ સમાવેશ થતો હોય, લોકો માટે બાબત ચિંતાનો વિષય બન્યો છે. વડોદરા પછી જામનગર રાજ્યના પ્રદૂષિત શહેરમાં સ્થાન પામ્યું છે. નેશનલ એન્ડ સ્ટેટ એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ હેઠળ લેવામાં આવેલા નમૂનામાં શહેર અને ઔદ્યોગિક વિસ્તારોમાં હવાની ગુણવત્તા કથળી રહ્યાનું જાણવા મળ્યું છે.

પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં જણાવાયું છે કે, એર ક્વોલિટી ઔદ્યોગિક શહેરોમાં નહીં, પરંતુ નાના કદના શહેરોમાં પણ બગડી છે. તાજેતરમાં 24 મથકમાંથી 22 મથકમાં પ્રદૂષણનું સ્તર ઊંચું હોવાનું નોધાયું હતું. પાર્ટીક્યુલેટ મેટરનું સૌથી ઊંચું પ્રમાણ વડોદરામાં ક્યુબિક મીટર દીઠ 109 માઇક્રોગ્રામ પછી જામનગરમાં 104 એમજી નોધાયું હતું. જો કે રાજ્યમાં બે સ્થળે પીએમનું પ્રમાણ સુધરતા જોવા મળ્યું હતું.

જો કે ગત વર્ષ કરતાં સુધારો છે : રિજિયોનલ ઓફિસર

પ્રદૂષણબોર્ડના રિજિયોનલ ઓફિસર પી.યુ.દવેએ જણાવ્યું છે કે, જામનગરમાં ઉદ્યોગનગર વિસ્તારમાં હવામાં તરતા રજકણોનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ આવતું હોય છે. પરંતુ કારખાનેદારોએ જરૂરી જાગૃતિ દાખવી પ્રદૂષણ નિયંત્રક મશીનરી પર ભાર મુક્તા ગત વર્ષ કરતાં સુધારો આવ્યો છે. જ્યારે શહેરમાં વાહનોના ધુમાડાના અને ધૂળના કારણે હવામાં તરતા રજકણો વધુ નોંધાય છે.

રાજ્યના પ્રદૂષિત શહેરોમાં જામનગરનો સમાવેશ

ઔદ્યોગિક વિસ્તારોમાં હવાની ગુણવત્તા કથળી રહ્યાનું જણાવાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો