• Gujarati News
  • કેન્દ્રમાં મોદી સરકાર નહીં, ‘બોદી સરકાર’ છે

કેન્દ્રમાં મોદી સરકાર નહીં, ‘બોદી સરકાર’ છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જનતાને ખંખેરવાની સરકારની નીતિને વખોડાઇ, સાંસદે જાહેરમાં ચર્ચા કરવા પડકાર કર્યો

ભાસ્કરન્યૂઝ. જામનગર

કેન્દ્રનીમોદી સરકાર, બોદી સરકાર છે તેવો આક્ષેપ જામનગર મહિલા કોંગ્રેસ દ્વારા કરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યંુ છે તેમજ ઉમેર્યુ છેકે જનતાને ખંખેરવાની સરકારની નિતિને વખોડવા લાયક છે જોકે આવેદન આપ્યું ત્યારે વર્તમાન સાંસદે વળતો પડકાર ફેંકયો હતો.

શહેર કોંગ્રેસ પ્રમુખ પી.સી.ખેતિયાની આગેવાનીમાં સંસદ સભ્ય પૂનમબેન માડમને પાઠવેલા આવેદનમાં જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ પ્રભાબેન પટેલ, શહેર મહિલા પ્રમુખ ગીતાબેન શાહ, જિલ્લા પ્રમુખ જીવણભાઇ કુંભારવડીયા તથા કાર્યકર્તાઓએ કેન્દ્ર સરકાર હિસાબ આપે તેવંુ જણાવ્યું હતું ત્યારે સાંસદ પૂનમબેન માડમે પડકાર ફેંકયો હતો કે કેન્દ્ર સરકારે જે કામ કર્યા છે અને વડાપ્રધાન મોદીની આગેવાનીમાં દેશની જે પ્રગતિ થઇ રહી છે તે દાદને પાત્ર છે અને પ્રજા તેનો અનુભવ કરે છે બાબતે મુકત મનથી ચર્ચા કરવા તેમણે પડકાર ફેંકયો હતો. કોંગ્રેસે તકે આક્ષેપ કર્યો હતો કે ફુલગુલાબી સપના બતાવીને મોંઘવારી દુર કરી નહી, ઇંધણના ભાવ વધાર્યા રાખ્યા, વડાપ્રધાન ગગન વિહારી થયા, વિદેશથી કાળ નાણું આવ્યું, માત્ર સરકારની તિજોરી ભરાયા રાખી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મથક ખંભાળિયામાં પણ કોંગ્રેસ દ્વારા રેલી./કુંજન રાડિયા

નર્મદા, ચેકડેમ, ખેડૂત પેકેજ, વીજળી સહિતના ભાજપ સરકારે કામ કર્યા છે

કેન્દ્રસરકારેખેડૂતો સહિત દરેક વર્ગના લોકો માટે કામ કર્યા છે તેમ જણાવી જિલ્લા ભાજપ પ્રમુખ મુળુભાઇ બેરાએ કોંગ્રેસના નિવેદનો સામે એમ કહ્યું છેકે નર્મદા યોજના, ચેકડેમ, ખેડૂત પેકેજ, વીજળી સહિતના કામો ભાજપ ગઠબંધન સરકારે કર્યા છે તથા અનેક વિકાસ કામો ચાલુ પણ છે. મીડીયા કન્વીનર દિનેશ ખેતીયાએ ઉમેર્યુ છેકે કોંગ્રેસ પોતે ભ્રષ્ટાચારમાં ડુબેલી છે જયારે ભાજપની સરકાર મોદીની આગેવાનીમાં પ્રજાલક્ષી કામ કરી રહી છે.

રાજકીય વિરોધ | જામનગરમાં મહિલા કોંગ્રેસ દ્વારા આક્ષેપ, અાવેદન અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી