તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરની બેંકોમાં કેશ ખલાસ, પ્રજાને હાલાકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીના2૦મા દિવસે પણ જામનગરની બેંકોમાં રૂ. 5૦૦ની નવી ચલણી નોટ આવતાં અને માન્ય નોટની અછતને કારણે બેંકોમાંથી નાણાં ઉપાડવાની કતારો અને કકળાટ યથાવત રહ્યો છે. ‘કેશલેસ’ જામનગરની મોટા ભાગની બેંકો હવે હેલ્પલેસ બનતાં શહેરીજનો ખાતામાં નાણા હોવા છતાં લાચાર બન્યા છે. બે દિવસ પછી પગાર ચુકવવાનું શરૂ થયા પછી સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા નકારી શકાતી નથી.

કેન્દ્ર સરકારે રૂ.5૦૦ અને 1૦૦૦ની નોટ રાતોરાત બંધ કરતાં રદ્દ નોટો બેંક પોસ્ટ ઓફિસના ખાતામાં જમા કરાવી નાણાં ઉપાડવામાં પ્રથમ દિવસથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નોટબંધી સાથે કેન્દ્ર સરકારે રૂ.2૦૦૦ અને પ૦૦ની નવી નોટ આવશે તેવી જોરશોરથી જાહેરાત કરી હતી. પરંતુ બટકું રોટલાની જેમ રિઝર્વ બેંક દ્વારા જામનગર-દ્વારકા જિલ્લાને ફક્ત રૂ.2૦૦૦ની નવી ચલણી નોટોનો જથ્થો માત્ર એક વખત ફાળવ્યો છે. જયારે નોટબંધીને 19 દિવસ થયા છતાં હજુ સુધી બંને જિલ્લામાં રૂ. 5૦૦ની નવી નોટો આવી નથી.

બીજી બાજુ શહેરમાં સ્વીકૃત ચલણી નોટોની અછત દિન-પ્રતિદિન વધી રહી છે. કારણ કે, કરન્સી ચેસ્ટ બેંકો ઉપરાંત મોટાભાગની ખાનગી, સહકારી અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં માન્ય નોટોનો જથ્થો ખલાસ થઈ ગયો છે. આથી કરન્સી ચેસ્ટ બેંક તાલુકાની શાખાઓમાંથી નાણા મંગાવી અને અન્ય બેંકો અન્ય શહેરોની પોતાની શાખામાંથી થોડા નાણા મંગાવી ગાડું ગબડાવી રહી છે.

જો કે કેન્દ્ર સરકાર દ્વારા ઈરાદાપૂર્વક માન્ય અને નવી રૂ.50૦ની ચલણી નોટો મોકલવામાં આવતી હોવાનું પણ બેકીંગ સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે. નોટબંધીને 19-19 દિવસ વિતવા છતાં રૂ.5૦૦ની નવી નોટ આવતાં અને સ્વીકૃત નોટો બેંકો પાસે પણ હવે ખૂટી જતાં નાણાં ઉપાડવાનો કકળાટ અને કતાર આજે પણ યથાવત રહ્યા છે. ‘કેશલેસ’ જામનગરની બેંકો હેલ્પલેસ બનતા શહેરીજનો લાચાર બન્યા છે. ત્યારે બે દિવસ પછી પગાર કરવાના શરૂ થતાં સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા નકારી શકાતી નથી.

જામનગરમાં ટાઉન હોલમાં નવા ખાતાં ખોલાવવાનું શરૂ કરાયું

જામનગરજિલ્લામાં ભારત સરકારે ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા ભાર મૂક્યો છે. જે અંતર્ગત ગુજરાત સરકારે પણ રાજ્ય ભરમાં ડીજીટલ પેમેન્ટનો વ્યાપ વધે તે માટે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં એક સમીક્ષા બેઠક યોજી હતી જેમાં જિલ્લાભરમાં ડીજીટલ પેમેન્ટનો વ્યાપ વધારવા અને લોકોને માટે પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારના પ્રયાસના ભાગ રૂપે જે લોકો બેંકમાં ખાતુ ધરાવતા નથી તેવા લોકોને એક ઝુંબેશ સ્વરૂપે પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત ટાઉનહોલમાં ત્રણ બેંકોનો કેમ્પ શરૂ કરાયો છે. ટાઉનહોલમાં નવું ખાતુ સ્થળ પર ખોલી આપવામાં આવશે જે કોઈપણ સંગઠિત તેમજ અસંગઠિત શ્રમયોગીઓ ખાતુ ખોલવાનું બાકી હોય તો જામનગર શહેરના ટાઉનહોલમાં રૂબરૂ જઈને પોતાનું બેંક ખાતું ખોલાવી શકે છેે.

ખંભાળિયામાં જિલ્લા કોંગ્રેસ દ્વારા અધિક કલેક્ટરને આવેદન

દ્વારકાજિલ્લા કોંગ્રેસ પક્ષ દ્વારા નોટબંધીનો વિરોધ કરીને અધિક જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં મોટી નોટોને ચલણમાંથી બહાર કરાતા તાલુકા અને જિલ્લા કક્ષાએ લોકોની સ્થિતિ કફોડી બની છે ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા એક સપ્તાહ માટે દેશમાં જન આક્રોશ સપ્તાહનું આયોજન કરાયું છે. જેના અનુસંધાને દ્વારકા જિલ્લાના હેડક્વાર્ટર ખંભાળીયામાં સોમવારે બપોરના અરસામાં જિલ્લા કોંગ્રેસ દ્વારા અધિક જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર સરવૈયાને આવેદન પાઠવાયું છે. પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના જિલ્લા કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.

જો રિઝર્વ બેંક દ્વારા તાકીદે નોટો પૂરી પડાય તો બે દિવસમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા સેવાઇ રહી

સરકાર દ્વારા ચલણી નોટો રદ કરાયાના 21 દિવસ બાદ પણ લોકો પાસે નાણાં હોવા છતાં લોકો લાચાર

ખંભાળિયામાં શનિ-રવિ દરમિયાન બેંકોમાં માત્ર એસબીઆઇના બે એટીએમ નગરગેઇટ તથા મુખ્ય બજાર શાખા પાસે ચાલુ રહેતા પૈસા મેળવવા માટે નાગરિકોની કતારો લાગી હતી તો સામાન્ય સંજોગોમાં બેંકોમાં 24 હજાર રૂપિયા ચેકથી ઉપાડવાની સામે 10 હજાર માંડ બેંક આપે છે તો બધે તો એટીએમમાં પૈસા નાખે ને ન્યાયે તમામ બેંકો એસબીઆઇ સિવાયની પાસે નાણા ના હોય દરેક એટીએમમાં તાળા લગાવી દેવાતા નાગરીકો ફરી-ફરીને પરેશાન થઇ ગયા હતાં તો પેટ્રોલ પંપો પર નાણા મળે છે તેમાં ખંભાળિયામાં બેંકો દ્વારા એકપણ પેટ્રોલ પંપ પર નાણા આપવાનું શરૂ ના કરતા ત્યાંથી દ્વારકા જતા આવતા યાત્રાળુઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં.

ખંભાળિયામાં શનિ-રવિ બેંકો બંધ રહેતા એટીએમ પણ બંધ

અન્ય સમાચારો પણ છે...