તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં સામાન્ય બાબતે માથાકૂટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂના મનદુ:ખના કારણે યુવાન પર જીવલેણ હુમલો


જામનગરમાંવધતાંજતાં માથાકૂટના બનાવમાં વધુ એક માથાકૂટનો બનાવ સામે આવ્યો છે. જેમાં શહેરના દિગ્વિજય પ્લોટમાં વાલ્મીકિવાસમાં રહેતા એક પરિવારની સગીરાનું એક વર્ષ પહેલા એક શખ્સે અપહરણ કર્યું હતું. જે અંગે અપહરણની ફરિયાદ નોધાવવામાં આવી હતી. અંગે પોલીસમાં વિધિવત ફરિયાદ નોધાઈ હતી. જે અંગે છેલ્લા એક વર્ષથી બોલાચાલી થતી હતી અંગેનો ખાર રાખી સગીરાના પિતા સહિત બે ત્રણને ગંભીર ઇજા પહોચડવામાં આવી હતી. આથી અંગે બે શખ્સો સામે આઇપીસી કલમ 307 મુજબ હત્યાના પ્રયાસનો ગુનો નોધવામાં આવ્યો હતો.

જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ 39માં પવનચક્કી પાસે વાલ્મીકિવાસમાં રહેતા રમેશભાઈની સગીર વયની પુત્રીનું કાલીદાસ વાઘેલા નામનો શખ્સ અપહરણ કરી લઈ ગયો હતો જે અંગે વિધિવત ફરિયાદ નોધાવવામાં આવી હતી. દરમિયાનમાં અંગેનો ખાર રાખી અને સખસે તેના મિત્ર શક્તિ ઉર્ફે ઘોચું મગનભાઈ ઢાકેચાની મદદથી રમેશભાઈ તથા તેના પુત્ર અંકિત અને અતુલ નિરુભાઈ ચૌહાણ પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો અને કેસ પાછો ખેચી કેવા માટે તથા સમાધાન કરી લેવા જણાવ્યુ હતું. ગંભીર રીતે ઘવાયેલા તમામને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે શખ્સો સામે વિધિવત ગુનો નોધાવ્યો હતો. પોલીસે આઇપીસી કલમ 307, 323, 324, 323 તથા 114 મુજબ ગુનો નોધી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો