તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રકની ઠોકરે નેનો ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાંવધતાંજતાં અકસ્માતના બનાવમાં વધુ એક અકસ્માતનો બનાવ પોલીસ દફતરે નોધાયો છે. જેમાં ધ્રોલ નજીકના લતીપર પાસેથી પસાર થતી એક નેનો કારને એક ટ્રક ચાલકે ઠોકર મારી ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો જેમાં એક યુવાનનું મૃત્યુ નીપજયું હતું જ્યારે અન્ય એક યુવાનને પણ ગંભીર ઇજા પહોચતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.આ અકસ્માત સર્જી ટ્રક ચાલક ત્યાથી નાશી છૂટ્યો હતો. બનાવ અંગે ટ્રક ચાલક સામે ગુનો નોધવામાં આવ્યો હતો.

જામનગર નજીકના ધ્રોલ તાલુકા મથકથી પંદર કિમી દૂર આવેલા લતીપર ગામમાં રવિવારે રાત્રિના જીજે-10-ટીટી-8949 નંબરના ટ્રક ચાલકે જીજે-10-એટી-5312 નંબરના નેનો કારના ચાલકને ઠોકર મારી અને ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો અને નેનોકારનો બૂકડો બોલી ગયો હતો. જેમાં જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ રાયધનભાઈને માથામાં ગંભીર ઇજા પહોચી હતી આથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજયું હતું. જ્યારે અન્ય નિલેષભાઈ સહિતના અન્ય બે વ્યક્તિને ઇજા પહોચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત સર્જી અને ટ્રક ચાલક નાશી છૂટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો