તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • ભાણવડ, ખંભાળિયા, ધ્રોલ સહિતના સ્થળોએ આવેદનપત્ર અપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાણવડ, ખંભાળિયા, ધ્રોલ સહિતના સ્થળોએ આવેદનપત્ર અપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દલિત સમાજ દ્વારા રેલી, પગલાંની માગણી


ખંભાળીયા,ભાણવડ, અને ધ્રોલમા દલીત યુવાનોને કપડા ઉતારી વાહન પાછળ બાંધી ગામમા પરેડ કરાવીના મુદ્દે અનેક ઘેરા પ્રત્યાઘાતો જામનગર તેમજ દ્વારકા જિલ્લામા દલીત સમાજ ઉપર પડયા હોવાથી ઠેર ઠેર આવેદનો આપી ગુનેગારો પર કાયદાકીય રીતે કાર્યવાહી કરી ઘટતુ કરવામા આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે.

ભાણવડમા દલીત સમાજ દ્વારા રાજ્યપાલને ઉદ્દેશીને આવેદન પાઠવવામા આવ્યુ છે. ભાણવડ તાલુકામા દલીત સમાજ દ્વારા ઉનામા દલીત યુવાનોપર ગુજારવામા આવેલો અત્યાચાર વિરૂધ્ધમા રાજ્યપાલને સંબોધીને રજુઆત કરવામા આવી છે. ભાણવડના આંબેડકર ચોકથી રેલી સ્વરૂપમ મુખ્યમાર્ગોમાથી સુત્રોચ્ચારો કરીને સેવા સદનમા દલીત સમાજ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. ઉનામા સામઢીયાળી ગામે તાજેતરમા દલીત સમાજના યુવાનોને ઢોર માર મારી બનાવ પ્રકાશમા આવ્યો હતો.

ઉપરાંત પોરબંદરના સોઢાણા ગામે એક દલીતની નિર્મમ હત્યા થયાનુ બહાર આવ્યુ છે. દલીતો પર અત્યાચારના કિસ્સામા દલીત સમાજ દ્વારા ઉગ્ર રોષ વ્યકત કરવામા આવ્યો છે. શહેરના મહેશ્વરી યુવા સંગઠનના નેજા હેઠળ જ્ઞાતીના યુવાનો કાર્યકરો એકત્ર કરી રેલી સ્વરૂપે જિલ્લા કલેકટરને સંબોધીન આવેદન પાઠવ્યુ હતુ.

ઉના તાલુકા નાં મોટા સમઢીયાળા માં થયેલ દલિતો ૫ર હુમલા નાં ૫ડઘા ધ્રોલ માં ૫ણ ૫ડયા છે. ધ્રોલ તાલુકા દલિત સમાજે તા ૧૧/૭ નાં રોજ ગૌ રક્ષા સમિતિ નાં સભ્યો નામે લુખ્ખા અને આવારા તત્વો દ્વારા દલિતો ને ઢોરમાર મારી હત્યા ની કોશીષ કરી જાહેર માં અ૫માનિત કરી જાતિ ૫્રત્યે હડધ્ુત કરેલ આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માં આવે તે માટે વિશાળ સંખ્યામાં ધ્રોલ નાં ગાંધીચોકમાંથી રોષ પૂર્ણ રીતે રેલી યોજવામાં આવી હતી અને મામલતદારને આવેદન૫ત્ર ૫ાઠવ્યું હતું.

ઘ્રોલ અને ભાણવડમાં દલિતોની રોષપૂર્ણ રેલી યેાજાઇ હતી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતાં. }કિશન ગોજીયા/જયેશ ભટ્ટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો