તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • આગામી દિવસોમાં માસ્ટર માઇન્ડનું નામ ખુલવાની સંભાવના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગામી દિવસોમાં માસ્ટર માઇન્ડનું નામ ખુલવાની સંભાવના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્લાર્ક પાસેથી દસ લાખની મતા જપ્ત


જામનગરનીજી.જી.હોસ્પિટલના વહીવટી વિભાગમાં સિનિયર કલાર્કની ફરજ બજાવતા એક કર્મચારીએ સવા બે વર્ષમાં ખોટા નામના પગાર બિલ તૈયાર કરી તે ભૂતિયા કર્મચારીઓના નામના પત્રક ગુમ કરી અને મસમોટુ કૌભાંડ આચર્યું હતું. કર્મચારીઓના નામે પોતાના સબંધીઑના ખાતામાં રૂપિયા જમા કરાવી અને રૂપિયા 1.30 કરોડની ઉચ્ચપાત કરી હોવાનું સામે આવ્યું હતું. જે અંગેની સિનિયર કલાર્ક સામે સિટી-બી ડિવિઝનમાં વિધિવત ગુનો નોધાવ્યો હતો અને તેની ધરપકડ કરી અને ચાર દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો રિમાન્ડ દરમિયાન પોલીસે તેની પાસેથી દસ લાખની મતા જપ્ત કરી હતી. ત્યારે આગામી દિવસોમાં કારસ્તાનના માસ્ટર માઇન્ડનું નામ સામે તેવી સંભાવના સેવાઇ રહી છે.

જામનગરની જી.જી.હોસ્પિટલમાં સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા એ;.પી.સોનગરા નામના કર્મચારીએ જી.જી.હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઑના પગાર બિલ બનાવી તેને ટ્રેઝરી ઓફિસમાં મોકલવાન અને ત્યાથી તે બિલ પાસ થયા પછી ફાળવેલી રકમ કર્મચારીપણે પગાર તરીકે આપવાની કામગીરી કરવાની હોય છે. કર્મચારીએ પોતાની ફરજના સમય દરમિયાન વર્ષ 2012ના જૂન મહિનાથી વર્ષ 2015ના સપ્ટેમ્બર મહિના દરમિયાન પગાર બિલમાં કેટલાક ગોટાળા કર્યાની ચર્ચા શરૂ થયા પછી તે બાબતની ખાનગી રાહે તપાસ શરૂ કરવામાં આવી હતી. કર્મચારીએ પોતાના હસ્તક આવતા જી.જી.હોસ્પિટલના કુલ 39 પગારબિલમાં મૂળ રકમ કરતાં વધારે રકમ આકરી હતી ત્યાર પછી વધારાની રકમના ખોટા બિલ બનાવી તેમાં વહીવટી અધિકારીની સહી કરી નાખી તેને ટ્રેઝરી ઓફિસમાં રજૂ કરી દીધા હતા જ્યાં તે બિલ ઓસ થયા પછી કુલ 39 પગાર બિલની રકમ બેન્કમાં જમા થતી હતી.

વધારાની રકમ બેંક માથી ઉપાડી લેવા માટે સિનિયર ક્લાર્કએ જી.જી.હોસ્પિટલમાંથી દરમહિને બેન્કમાં મોકલાવવામાં આવતા કર્મચારીઓના નામના બેન્ક પત્રકમાં જી.જી.હોસ્પિટલના કર્મચારી હોવા છતા અમુક વ્યક્તિઓના નામ કર્મચારી તરીકે દર્શાવી,તેઓના બેન્ક પત્રક ગુમ કરી સવા બે વર્ષના સમયગાળા દરમિયાન કુલ રૂપિયા 1 કરોડ 30 લાખ 38 હજાર આઠસો ચોરાણુંની રકમ ઉપડાવી લીધી હતી. અંગે સિટી-બી ડિવિઝનમાં વિધિવત ફરિયાદ નોધાવી હતી. બાદમાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરી અને ચાર દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો રિમાન્ડ દરમિયાન પોલીસે તેની પાસેથી દસ લાખની મતા જપ્ત કરી હતી. ત્યારે આગામી દિવસોમાં કારસ્તાનના માસ્ટર માઇન્ડનું નામ સામે તેવી સંભાવના સેવાઇ રહી છે.

ભત્રીજીના ખાતામાં પણ ઉચાપતના નાણાં તેણીની જાણ બહાર જમા કરાવી દીધા

સિનિયરક્લાર્ક દ્વારા પોતાના પત્ની સાથે મોરબીથી ભણવા આવેલી તેની ભત્રીજીના અકાઉન્ટમાં પણ રકમ જમા કરી હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસ દ્વારા અંગે તેની ભત્રીજીનું નિવેદન નોધવામાં આવ્યું હતું તેમાં તેણે તમામ કારસ્તાનથી અજાણ હોવાનું જણાવ્યુ હતું અને જે-તે સમયે તેણીને અકાઉન્ટ ખોલાવવાની જરૂરિયાત પડી હતી ત્યારે તેણીએ તેના કાકાની મદદથી અકાઉન્ટ ખોલાવ્યું હોવાનું જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો