તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • શહેરી વિસ્તારમાં 140 લિટર અને ગ્રામ્યમાં 70 લિટરની માથાદીઠ જરૂરિયાત સંતોષાતી નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરી વિસ્તારમાં 140 લિટર અને ગ્રામ્યમાં 70 લિટરની માથાદીઠ જરૂરિયાત સંતોષાતી નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અપૂરતા પાણી વિતરણથી દેકારો


જામનગરશહેરમા પાણીની દૈનિક જરૂરીયાત 166 એમએલડી છે પા.પુ.બોર્ડ દ્વારા 166 એમએલડી પાણી અપાઇ છે જે અનુસંધાને જામનગર શહેરમાં એકાત્રે પાણી વિતરણ કરવામાં આવે છે બે દિવસે 83 પાણી વિતરણ કરવાનું હોય છે, પ.પુ. બોર્ડ બે દિવસે 166 એમએલડી પાણી વિતરણ કરે છે મહાનગરપાલિકા ફરજીયાત 9 એમઅેલડી પાણી એમઇએસ કોલોની, 5 એમએલડી પાણી, જી.જી. હોસ્પિટલ અને 10 એમએલડી લાઇન લોસ ગણવામાં આવે તો જામનગર શહેરને 142 એમએલડી એકાત્રે પાણી વિતરણ કરવામાં આવે છે. જામનગર શહેર અને િજલ્લામાં વિતરણ થતું પાણી અપૂરતું છે અને લોકોની માથાદીઠ દૈનિક જરૂરીયાત સંતોષાતી નથી કયારેક નર્મદાના નીર પણ ઘણી વખત ઓછા પડે છે.

પાણી પુરવઠા બાેર્ડ દ્વારા પાણી આપ્યા પછી વિતરણ કરવાનું કામ મહાનગરપાલિકાનું હોય છે જેમાં મહાનગરપાલિકા ખરેખર 166 એમએલડી પાણી વિતરણ કરવાનું હોય છે. તેમજ કાલાવડમાં દર ત્રણ દિવસે પાણી વિતરણ કરાય છે કાલાવડની શહેર અને ગ્રામ્ય થઇને 10 એમએલડી પાણી વિતરણ કરવામાં અાવે છે.

જયારે ત્રણ દિવસની કાલાવડની પાણીની જરૂરીયાત 30 એમએલડી જેવી થાય છે. આમ જામનગર સહિત બધા તાલુકાઓમાં પાણીની ગંભીર વહેચણીની સમસ્યા છે વરસાદ ઓછો પડયો છે ત્યારે પાણી વિતરણમાં અછત વર્તાઇ રહી છે લોકોની માંગણી છેકે જામનગર સહિત બધા તાલુકાઓમાં ગ્રામ્યમાં માથાદીઠ 70 લીટર અને શહેરમાં માથાદીઠ 140 લીટર દૈનિક પાણી મળવું જોઇએ નગરપાલિકા, મહાનગરપાલિકા અને પા.પુ. બોર્ડ પુરતુ પાણી મળી શકે તેવી વ્યવસ્થા કરી આવે તેવું લોકાેએ જણાવ્યું છે.

દૈનિક 94 એમએલડી પાણી જામનગર શહેરને આપવામાં આવે છે. એકાત્રે 48 એમએલડી પાણી ઓછું આપવામાં આવે છે. લાલપુરમાં પાણી દર ત્રીજા દિવસે પાણી વિતરણ કરવામાં લાલપુરની વસ્તી અનુસાર લાલપુરને દર ત્રણ દિવસે 24 એમએલડી પાણી મળવું જોઇએ.

પરંતુ લાલપુરને હાલ 8 એમએલડી પાણી મળે છે. ધ્રોલમાં શહેર અને ગ્રામ્ય મળીને 9 એમએલડીની દૈનિક જરૂરીયાત છે, જયારે ધ્રોલમાં ત્રણ દિવસે 9 એમએલડી પાણી અપાય છે, જોડિયામાં પાણીની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે જોડિયા 8 થી 10 દિવસે 6 એમએલડી પાણી વિતરણ કરવામાં આવે છે જયારે 8 દિવસે જોડિયાને 48 એમએલડી પાણી જોઇતું હોય છે. જામજોધપુરમાં 10 એમએલડીની પાણીની દૈનિક જરૂરીયાત છે જયારે એકાત્રે 10 એમએલડી પાણી વિતરણ કરાઇ છે. જે લોકો માટે અપૂરતું ગણાય છે.

પાણી બચાવવા તંત્ર દ્વારા અવાર-નવાર અપીલ

જામનગરશહેરતેમજ જિલ્લામાં વર્ષે વરસાદ ઓછો પડયો છે તેમજ ગયા વર્ષે પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો ત્યારે તંત્ર દ્વારા લોકોને પાણી બચાવવા અવાર-નવાર અપીલ કરાતી હોય છે.હજુ પણ જામનગર જિલ્લાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને તેમજ મહિલાઓને દુર-દુર સુધી પાણી ભરવા જવું પડતું હોય છે અને મુકવામા અાવેલી જનરલ ટાંકીમાં કલાકાે સુધી લાઇનમાં ઉભું રહેવું પડે છે.

ક્યા વિસ્તારમાં કેટલી ઘટ

તાલુકાપાણીવિતરણ કેટલા દિવસે દરરોજની ઘટ્ટ

જામનગર એકાતરા 48 એમએલડીની ઘટ

લાલપુર ત્રણ દિવસે 16 એમએલડી ઘટ

ધ્રોલ ત્રણ દિવસે 12 એમએલડી

જોડિયા 8 થી 10 દિવસે 42 એમએલડી ઘટ

જામજોધપુર એકાતરા 10 એમએલડી

કાલાવડ ત્રણ દિવસે 20 એમએલડી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો