તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસટી બસમાં વરદીનો રોફ જમાવનાર જમાદાર સસ્પેન્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંદગીથી ત્રસ્ત પ્રૌઢનો આપઘાત

હોબાળો મચ્યા બાદ એસપી દ્વારા સસ્પેન્ડ કરવાનો નિર્ણય

ભાસ્કર ન્યુઝ | મોરબી

મોરબીજિલ્લામાં ફરજ બજાવતા જમાદારે શનિવારે ખાખીના રોફ જમાવીને એસ.ટી. બસમાં ટીકીટ વિના મુસાફરી કરી હતી અને હળવદથી મોરબી સુધી ટીકીટ લીધા વિના આવ્યા બાદ મામલે ભારે હંગામો સર્જાયો હતો. મામલે જમાદાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવતા જિલ્લા પોલીસવડા દ્વારા પોલીસ જમાદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

શનિવારના રોજ વડનગર-જામનગર રૂટની બસમાં હળવદથી મોરબી આવવા માટે પોલીસ પ્રવીણ પટેલ બસમાં બેઠા હતા જેણે ખાખીનો રોફ જમાવવાની કોશિશ કરી હતી પરંતુ બસના કંડકટરે ટિકીટ લેવાનો આગ્રહ રાખતાં મામલો બીચકયો હતો.

આથી બસ ડેપોમાં લઇ જવાને બદલે સીધી પોલીસમથકમાં લઇ જવામાં આવી હતી અને જમાદાર સામે પગલા ભરવાની માંગ કરી હતી. બસના કંડકટર સાથે મુસાફરોએ પણ આક્રોશ વ્યક્ત કરતા ખાખીનો રોફ જમાવનારા પોલીસ જમાદાર વિરુદ્ધ જિલ્લા પોલીસવડાએ કાર્યવાહી કરી વાંકાનેર તાલુકામાં ફરજ બજાવતા જમાદાર પટેલને સસ્પેન્ડ કરવા આદેશ આપ્યો હતો.

ખાખીની દાદાગીરી ક્યારે બંધ થશે

મોરબીજિલ્લામાં ગુંડા તત્વો તો ઠીક પણ ખાખીનો ત્રાસ પણ છાશવારે જોવા મળતો હોય છે. પ્રજાના રક્ષક પોતાને માલિક સમજતા થઈ જાય ત્યારે સામાજિક પતનની નિશાની જોવા મળે છે. મોરબીમાં હજુ ગત સપ્તાહે રીક્ષાચાલકોએ પોલીસના ઉઘરાણા સામે વિરોધ કરીને ચક્કાજામ કર્યો હતો અને નિયમિત હપ્તા આપતા હોવા છતાં રોજ પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા હતા.

હળવદથી મોરબી સુધી ટિકિટ લીધા વગર મુસાફરી કરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો