• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરશહેર જિલ્લાની ૪૦૨ વાજબી ભાવની દુકાન કેશલેસ વ્યવહાર માટે

જામનગરશહેર જિલ્લાની ૪૦૨ વાજબી ભાવની દુકાન કેશલેસ વ્યવહાર માટે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરશહેર જિલ્લાની ૪૦૨ વાજબી ભાવની દુકાન કેશલેસ વ્યવહાર માટે સજ્જ બની છે. બેંક સાથે આધારકાર્ડ લિંકઅપ કરાવનાર રાશનકાર્ડધારકને અંગૂઠો લગાવી રોકડ નાણાં ચૂક્વ્યા વગર સસ્તા અનાજની દુકાનમાંથી પુરવઠો મળશે. જોકે માટે બેંક ખાતામાં નાણાં હોવા જરૂરી છે.

જામનગર શહેર જિલ્લામાં ૩૧૨ કાયમી અને ૯૦ હંગામી વાજબી ભાવની દુકાનો કાર્યરત્ત છે. નોટબંધી બાદ અને ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત કેશલેસ વ્યવહારોના કેન્દ્ર સરકારના અભિગમને અનુલક્ષીને તમામ દુકાનોને પણ કેશલેસ બનાવવામાં આવી છે. વાજબી ભાવની તમામ દુકાનોમાં નવા થંબ ઈમ્પ્રેશન ડિવાઈઝિસ ફાળવી આપવામાં આવ્યાં છે. આથી તમામ દુકાનો કેશલેસ વ્યવહારો માટે સજ્જ બની છે.

રાશનકાર્ડ ધારકો હવે વાજબી ભાવની દુકાનેથી વિતરણ કરવામાં આવતી આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી રોકડ નાણાં ચૂકવ્યા વગર કરી શકશે. માટે રાશનકાર્ડ ધારકે બેંક સાથે લિંકઅપ કરાવેલું હોવું જોઇએ તદુપરાંત આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો પણ સાથે રાખવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...