• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરનાદિગ્વિજય પ્લોટમાંથી પોલીસે બે શખ્સને દારૂની બે બોટલ સાથે

જામનગરનાદિગ્વિજય પ્લોટમાંથી પોલીસે બે શખ્સને દારૂની બે બોટલ સાથે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરનાદિગ્વિજય પ્લોટમાંથી પોલીસે બે શખ્સને દારૂની બે બોટલ સાથે પકડી પાડાયા હતા. સિટી-એ ડિવિઝન ડી-સ્ટાફ દ્વારા ગુરુવારે દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન શેરી નં.58માંથી પસાર થતા ભાવેશ નારણભાઈ કનખરા નામના શખ્સને પોલીસે શકના આધારે રોકી તેની તલાશી લેતા શખ્સના કબજામાંથી અંગ્રેજી શરાબની એક બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી ભાવેશની ધરપકડ કરી હતી. વિસ્તારમાં આવેલા હિંગળાજ ચોકમાંથી અનિલ હરીલાલ દામા નામના શખ્સને પણ પોલીસે અંગ્રેજી શરાબની એક બોટલ સાથે ઝડપી લીધો હતો તેની સામે પણ દારૂબંધી ભંગ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...