તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ટ્રાન્સફર વોરન્ટ માન્ય રહેતાં વીલા મોઢે પોલીસ પરત

ટ્રાન્સફર વોરન્ટ માન્ય રહેતાં વીલા મોઢે પોલીસ પરત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડૂત પર ફાયરિંગ કરી લૂંટ ચલાવીને નાસી ગયા હતા

મથુરાથી પોલીસ આરોપીને લીધા વગર ખાલીહાથે પરત આવી

જામનગરમાંથોડો સમય પહેલા પોશ વિસ્તારમાં બેંકમાંથી બહાર નીકળેલા એક ખેડૂત પર ફાયરીંગ કરી તેને ગંભીર ઇજા પહોચાડી તેની પાસે રહેલી રોકડ રકમ રૂા. 6 લાખ તથા એકટીવા ગાડી લઇ ત્રણ શખ્સો નાસી છૂટયા હતાં, આરોપીઓ મથુરામાં પોલીસના હાથે ઝડપાયા હોવાની જાણ જામનગર જિલ્લા પોલીસ વડાને કરવામાં આવતા ટ્રાન્સફર વોરંટથી આરોપીઓનો કબજો મેળવવા એક ટીમ રવાના કરવામાં આવી હતી . પરંતુ મથુરામાં જામનગર પોલીસ લઈ ગયેલા ટ્રાન્સફર વોરંટને માન્ય રાખતા, આખી ટીમ આરોપી લીધા વગર પાછી આવી હતી.

જામનગરમાં દિનેશભાઇ પરસોતમભાઇ નામના ખેડુત તેમની ધિરાણ લોનના રૂા. 6 લાખ પાર્ક કોલોનીમાં આવેલી બેંકમાંથી લઇ તેની એકટીવાની ડેકીમાં મુકી સત્યસાંઇ સ્કુલ રોડ પરથી પસાર થઇ રહયા હતાં ત્યારે બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોને તેને આતંરી પગમાં ગોળી મારી એકટીવા લઇ નાશી છુટયા હતાં. રાજપાર્કમાં સાત વર્ષથી રહેતા અને એક ખાનગી કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા સુનિલસિંગ સહિત ત્રણેય મિત્રો ઉતરપ્રદેશના વતની હોવાનું જાણવા મળ્યું હતું. જે પરથી ઉતરપ્રદેશના નામચીન ટીલ્લુ અને તેના બે સાગરીતો જામનગર આવ્યા હતાં અને બેંકની આજુબાજુ ગોઠવાઇ ગયા હતાં. અંતે ખેડુત દિનેશભાઇ હાથમાં આવી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...