તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ડેન્ગ્યુ અને મલેરિયાને મ્હાત કરવા તંત્રની સઘન ઝુંબેશ

ડેન્ગ્યુ અને મલેરિયાને મ્હાત કરવા તંત્રની સઘન ઝુંબેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરજિલ્લામાં ડેન્ગ્યુ અને મેલેરિયાને મ્હાત કરવા તંત્રની સઘન ઝુંબેશ હેઠળ અટકાયતી અને નિયંત્રણ કામગીરી રૂપે સર્વેલન્સ રાઉન્ડ-૧ અને સર્વેલન્સ રાઉન્ડ-૨ શરૂ કરવામાં આવી છે. જેમાં તમામ આરોગ્ય કર્મચારી, આશા તેમજ આરોગ્ય સ્વયંસેવકો દ્રારા હાઉસ ટુ હાઉસ રૂબરૂ મુલાકાત કરીને રાજ્યમાં અને જિલ્લા-જામનગરની તમામ ગ્રામ્ય વસ્તીમાં તાવના કેસો શોધીને સારવાર આપવામાં આવે છે. તેમજ પોરાનાશક કામગીરી, આરોગ્ય શિક્ષણ અને અન્ય રોગ અટકાયતી કામગીરી ઝુબેશના રૂપમાં કરવામાં આવે છે.

ડેન્ગ્યુએ(DEN-1,2,૩,4 )વાયરસથી થતો રોગ છે. એડીસ ઈજીપ્તી પ્રકારના ચેપી માદા વાહક મચ્છર દ્રારા તંદુરસ્ત વ્યક્તિને દિવસે કરડવાથી ફેલાય છે. મચ્છર ઘરની આસપાસ, ધાબા ઉપર સંગ્રહિત કરેલ કાટમાળમાં અને ઘરમાં સંગ્રહિત ચોખ્ખા અને બંધીયાર પાણીમાં પેદા થાય છે. જેથી ઘરમાં સંગ્રહિત કરેલ પાણીના તમામ ટાંકાઓ, પાત્રોને માત્ર ઢાંકવાથી તેમજ ઘરની આસપાસ, ધાબા ઉપર ચોમાસા પહેલા કે બાદ બિન ઉપયોગી કાટમાળ નિકાલ, નાશ કરવાથી મચ્છર તેમાં ઈંડા મૂકી શકે તો મચ્છર પેદા થતા નથી. રોગથી બચી શકાય છે.

જામનગર જિલ્લામાં સાદા ડેન્ગ્યુ તાવના નવા પોઝીટીવ કન્ફર્મ કેસ, જે ગામ-મોટી ખાવડી, પડાણા, ઝાખર પાટિયામાં આદ્યોગિક વિસ્તારના બહાર ગામના મજૂરોમાં નોંધાયેલ છે.

પોરાનો નાશ કરવાના કાર્યની ઝડપ વધારી

જામનગર મહાપાલિકાએ સર્વેલન્સ રાઉન્ડ શરૂ કર્યા

અન્ય સમાચારો પણ છે...