• Gujarati News
  • મુખ્યમંત્રીના હસ્તે ~ 112.68 કરોડના લોકાર્પણ કામો કરાયા

મુખ્યમંત્રીના હસ્તે ~ 112.68 કરોડના લોકાર્પણ કામો કરાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજયનાપ્રથમ મહિલા મુખ્ય મંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલે જામનગર ખાતે રૂ. ૧૧૨.૬૮ કરોડના વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા.

વિકાસકામો અન્વેયે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નવા ભળેલા મહાપ્રભુજી બેઠકના વિસ્તારમાં ૪૬૦૦ રનીંગ મીટરની પાઇપલાઇન રૂ. ૩૨૧ લાખના ખર્ચે તથા નવા ભળેલા ગોકુલનગર નગરસીમ વિસ્તારમાં ૪૨૦૦ રનીંગ મીટરની પાણીની મુખ્ય પાઇપલાઇન રૂ. ૨૯૩ લાખના ખર્ચે નાખવામાં આવશે, જેનાથી સંબંધિત વિસ્તારોની જનતાને પુરા પ્રેશરથી પીવાનું પાણી મળી શકશે. પાઇપલાઇનનું મુખ્યતમંત્રીએ લોકાર્પણ કર્યું હતું.

યોજના અંતર્ગત મહાપ્રભુજીની બેઠકથી કાલાવડ ગેઇટ તથા ગુલાબનગર મેઇન રોડ વિસ્તારમાં રૂ. કરોડના ખર્ચે થનાર ભુગર્ભ ગટરના કામો તથા લાખોટા કોઠા તથા મ્યુઝીયમના સંરક્ષણ, પુન:સ્થાપન અને મજબુતીકરણની તથા લાઇટ એન્ડ સાઉન્ડ શોની મુલ્ય આધારિત સેવા વિકસાવવા માટે રૂ. ૧૭.૮૪ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત તથા રૂ. ૧૦.૫૫ કરોડના ખર્ચે બનનાર ફાયર સ્ટેશન, ફાયર ક્વાર્ટર્સ તથા રેકર્ડરૂમનું ખાતમુહર્ત મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલના હસ્તે, કરાયુ હતું.

મુખ્યમંત્રી આનંદીબેને બેડી બંદર રોડ પર રૂ. ૨૦.૧૪ કરોડના ખર્ચે નિર્માણ થનાર ઓવરબ્રીજનું ખાતમુહૂર્ત કર્યું હતું. ઇ-ગવર્નન્સના ભાગરૂપે મુખ્યમંત્રીએ લોન્ચ કરેલ મહાનગરપાલિકાની વેબસાઇટ મારફતે જામનગર મહાનગરપાલિકાના નાગરિકો ઓનલાઇન ટેક્સ પેમેન્ટ, જન્મ-મરણની નોંધણી તથા સર્ટીફિકેટ ઇશ્યુઅન્સ તથા ફરિયાદ નોંધણીની કાર્યવાહી ઓનલાઇન કરાવી શકશે.6 કરોડ લોકોનું ડાયાબિટીસ ચેકઅપ કરાશે

જામનગરમાંલોકાર્પણકાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત મુખ્યમંત્રી આનંદીબેને જણાવ્યું હતું કે, ગુજરાતના 6 કરોડ લોકોનું 1 જુનથી વિના મુલ્યે ડાયાબીટીસ ચેકઅપ કરવામાં આવશે અને જો કોઇ વ્યકિતને બિમારી હશે તો તેને સારવાર પણ આપવામાં આવશે.

સાેલિડ વેસ્ટ શાખાને અદ્યતન બનાવાઇ

જામનગરનીસોલીડવેસ્ટ શાખાના ગાર્બેજ ડિપાર્ટમેન્ટમાં શહેરમાંથી કચરો ઉપાડતા 100 જેટલા વાહનમાં જીપીએસ સીસ્ટમ ફીટ કરવામાં આવી છે. કા કે, અા વાહન તેને ફાળવેલા રૂટમાં યોગ્ય કામગિરી કરે છે કે નહી તેમજ તેને માટે મોનીટરીંગ પણ કરવામાં આવશે.

મારો ગુજરાતી ગરીબ નહીં રહે

મારોગુજરાતનોએકપણ વ્યકિત ગરીબ નહી રહે તે માટે કરવુ પડતું બધુ ગુજરાત સરકાર કરશે તેમજ તેના માટે જરૂરી પડયે ગુજરાત સરકાર તેમજ કેન્દ્રની ભાજપા સરકાર પાસેથી વધારાની ગ્રાંટ પણ મેળવશું તેમ મુખ્યમંત્રી આનંદીબેન દ્વારા જણાવ્યું છે.

છેલ્લા એક વર્ષમાં મુખ્ય ચાર વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરાયંુ

મુખ્યમંત્રીઆનંદીબેનદ્વારા જણાવાયું હતું કે, છેલ્લા એક વર્ષ દરમ્યાન માનવ વિકાસ પર અસર કરતી મુખ્ય ચાર વસ્તુ જેવી કે, શિક્ષણ, પાણી, આરોગ્ય અને આવકમાં વધારો ચાર વસ્તુ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે અને તેને લગતી જુદી-જુદી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે.

સમાજને નુકસાન થતું કામ નહીં કરીએ

મુખ્યમંત્રીઆનંદીબેનપટેેલે પોતાના પ્રવર્ચન દ્વારા જણાવાયું હતું કે મારા ભારત દેશને કે મારા ભારતવાસીઓને કે મારા સમાજને નુકશાન થતું હશે તેવું કાર્ય હું નહીં કરુ કે મારા કોઇ અધિકારીઓને પણ નહી કરવા દઉ તેની હું ખાત્રી આપું છું.

મુખ્યમંત્રીના કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાનને કેન્દ્રિત રખાયું હતંુ