તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુલાબનગરમાં વેપારીનો ફાંસો ખાઈ આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાંવધતાંજતાં અપમૃત્યુના બનાવમાં વધુ બે અપમૃત્યુના બનાવ સામે આવ્યા હતા. જેમાં મોટી ખાવડીમાં એક પ્રૌઢે પોતાની માનસિક બીમારીથી કંટાળી કૂવામાં પડી આપઘાત કર્યો હતો. જ્યારે ગુલાબનગરમાં એક સતવારા વેપારીએ મંડપ સર્વિસની દુકાનમાં ફાંસો ખાઈ લીધો હતો. બંને બનાવો અંગે પોલીસમાં જાણ કરી હતી.

મોટી ખાવડીની રિલાયન્સ કંપનીની ટાઉનશીપના સેકટર નં.12/38-આઈમાં રહેતા જયંતિભાઈ જાદવભાઈ ખોયાણી નામના 55 વર્ષના પટેલ પ્રૌઢ પાંચેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા. જેઓની તેમના પુત્ર હિમાંશુ જયંતિભાઈ દ્વારા સારવાર કરાવતા હતા તેમ છતાં પ્રૌઢને સારૂ થતું હતું.દરમિયાન શનિવારે જયંતીભાઈએ જિંદગીનો અંત આણવાનો નિર્ણય કરી કૂવામાં ઝંપલાવી લેતા પોલીસને જાણ કરી હતી. હે.કો. એસ.આર. જાડેજાએ મૃતદેહને બહાર કઢાવી હિમાંશુભાઈ ખોયાણીનું નિવેદન નોંધ્યું હતું.

જામનગરના ગુલાબનગરની રામવાડી સ્થિત વેલકમ મંડપ સર્વિસ નામની દુકાનમાં શનિવારે સાંજે રાજેશ મોહનભાઈ નકુમ નામના 28 વર્ષિય સતવારા યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાધો હતો જેની જાણ પોલીસને કરાતા દોડી આવેલા બી ડિવિઝનના સ્ટાફે મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખસેડયો છે અને દેવેન્દ્ર મોહનભાઈ નકુમનું નિવેદન નોંધ્યું હતું.

પ્રૌઢનો બીમારીથી કંટાળી આપઘાત

જામનગરમાં વધુ બે અપમૃત્યુના બનાવ

અન્ય સમાચારો પણ છે...