તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાં શિક્ષણાધિકારીની જગ્યા માસથી ખાલી છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરશહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિના સંગઠન મહામંત્રી ભરતભાઈ વાળાએ રજુઆતમાં જણાવ્યું છે કે, જિલ્લા શિક્ષણાધિકારીની જગ્યા છેલ્લા માસથી ખાલી છે, જગ્યા ઉપર ઈન્ચાર્જ થી ગાડું ગબડાવવામાં આવે છે. જામનગર જિલ્લામાં કાયમી જિલ્લા શિક્ષણ અધિકારીની નિમણૂકમાં કયા કારણસર વિલંબ કરવામાં આવે છે. જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓના અનેક પ્રશ્ન જેવા કે સાતમા પગાર પંચનો લાભ અને વહીવટી તેમજ વર્ગ-૪ કર્મચારીઓને ખોટી રીતે સરપ્લસ કરી કામગીરી ફેરફાર કરી કોઈપણ જાતની સિનીયોરીટી કે કેડર જોયા વગર ગમે ત્યાં ફરજમાં મોકલવામાં આવે છે. તે બંધ કરી શિક્ષણ વિભાગનાં પરિપત્રોનો અભ્યાસ કરીને કામગીરી ફેરફારો કરવા વગેરે પડતર પ્રશ્નોના નીકાલ માટે કાયમી જિલ્લા શિક્ષણ અધિકારીની નિમણૂક કરવા માંગ ઊઠાવી છે.

ઇન્ચાર્જથી ગાડુ ગબડાવવામાં આવે છે

કાયમી શિક્ષણાધિકારીની નિમણૂક કરો

અન્ય સમાચારો પણ છે...