• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા જામજોધપુર તથા ભાણવડ તાલુકામાં મંગળવાર

જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા જામજોધપુર તથા ભાણવડ તાલુકામાં મંગળવાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા જામજોધપુર તથા ભાણવડ તાલુકામાં મંગળવાર સવારથી વીજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સોમવારના જામનગરના જુદા-જુદા વિસ્તારોમાં ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી હતી. આમ શહેર તથા િજલ્લામાં ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવતા વીજચાેરોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

મંગળવારે જામનગર સર્કલમાં આવતા જામજોધપુર હેઠળના ઈસ્ટ, વેસ્ટ તેમજ વેરાડ સબ ડિવિઝનના વિસ્તારોમાં વીજ ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં વીજ અધિકારીઓની બનેલી 36 ટૂકડીઓ દ્વારા ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુરક્ષા માટે 19 એસઆરપી મેન, 13 એક્સ આર્મીમેન અને પોલીસના 16 જવાનોને સાથે રાખ્યા હતા. કાર્યવાહીમાં 618 વીજજોડાણો ચેક કરાતા 102 જોડાણોમાં ગેરરીતિ સામે આવતા વીજ ધારકોને રૂા. 10.92 લાખના દંડ ફટકારાયા હતાં. તંત્ર દ્વારા અવિરત કાર્યવાહી કરાતા વીજ ચોરોમાં ભયનો માહોલ ફેલાઇ જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...