• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • કલ્યાણપુર નજીક ભાટીયા ભોગાત રોડ પર પુરઝડપે દોડતા ટ્રકે બાઇકને

કલ્યાણપુર નજીક ભાટીયા-ભોગાત રોડ પર પુરઝડપે દોડતા ટ્રકે બાઇકને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલ્યાણપુર નજીક ભાટીયા-ભોગાત રોડ પર પુરઝડપે દોડતા ટ્રકે બાઇકને ઠોકર મારતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ગોકલપરના બાઇકચાલક યુવાનનો ભોગ લેવાયો છે.જયારે અકસ્માત સજીર્ને ટ્રકચાલક નાશી છુટતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

કલ્યાણપુરના ગોકલપર ગામે રહેતા દેવરામ ચોપડા તા.25ના બાઇક પર ભાટીયા-ભોગાત રોડ પરથી પસાર થઇ રહ્યો હતો.જે દરમ્યાન પુરઝડપે ધસી આવેલા ડમ્પર(ટ્રક) તેને બાઇક સહીત ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.જેમાં દેવરામભાઇને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા થવાથી તેનુ કરૂણ મૃત્યુ નિપજયુ હતુ.

અકસ્માત સર્જીને ચાલક ડમ્પર લઇને નાશી છુટયાનુ બહાર આવ્યુ છે.ભોગ બનનારના ભાઇ ધનાભાઇ ચોપડાએ કલ્યાણપુરમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક સામે અકસ્માત સબબ ગુન્હો નોંધી તેની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.બનાવમાં આશાસ્પદ યુવાનનો ભોગ લેવાતા અરેરાટી વ્યાપી જવા પામી છે.