• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • દ્વારકા જિલ્લાના સુરજકરાડી ગામે પોલીસે એક મકાનમાં દરોડો પાડીને

દ્વારકા જિલ્લાના સુરજકરાડી ગામે પોલીસે એક મકાનમાં દરોડો પાડીને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દ્વારકા જિલ્લાના સુરજકરાડી ગામે પોલીસે એક મકાનમાં દરોડો પાડીને અંદરથી રૂા. 83,000ના દારૂની 166 બોટલના જથ્થા સાથે એક ઇસમને દબોચી લીધો હતો.જયારે વધુ એક ઇસમની સંડોવણી ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મીઠાપુર પોલીસ પેટ્રોલિંગ કરી રહ્યો હતો જે દરમ્યાન સુરજકરાડીમાં એક મકાનમાં દારૂના જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ગ્રામ પંચાયત પાછળના વિસ્તારમાં રહેતા રાહુલ પોલાભા માણેકના મકાનમાં દરોડો પાડયો હતો.

જે દરોડા દરમ્યાન અંદરથી જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની રૂા.83,000ની કિંમતની 166 બોટલનો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે રાહુલ માણેકની અટકાયત કરી હતી.જયારે આ દારૂ પ્રકરણમાં ડુંગરભા ગગુભા વાઘેરની પણ સંડોવણી ખુલતા પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

દ્વારકામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો કયાંથી લવાયો સહીતની બાબતોની ઉંડાણપુર્વકની તપાસ માટે પોલીસે ઝડપાયેલા શખ્સની પુછપરછના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...