• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • દ્રારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રોઝડામાં પોલીસે દરોડો પાડીને જુગાર

દ્રારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રોઝડામાં પોલીસે દરોડો પાડીને જુગાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દ્રારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રોઝડામાં પોલીસે દરોડો પાડીને જુગાર રમતા સાત શખ્સોને પકડી પાડી રૂા. 91, 000ની રોકડ ઉપરાંત વાહનો-મોબાઇલ ફોન મળીને રૂા. 2.43 લાખની માલમતા કબજે કરી હતી.

રોઝડા ગામે જુગારનો અખાડો ધમધમતો હોવાની બાતમીના આધારે પીએસઆઇ કે. જે. સતવારા અને સ્ટાફે નિરૂભા માનસંગભા જેઠવાને ત્યાં દરોડો પાડયો હતો. જે દરોડા દરમ્યાન સાત શખ્સો જુગાર રમતા માલુમ પડયા હતા.

આથી પોલીસે નિરૂભા જેઠવા ઉપરાંત વિજયભાઇ જયશંકરભાઇ મોઢા, નાગાભાઇ માંડાભાઇ ગોઢાણીયા, લીલાભાઇ અરજણભાઇ કારાવદરા, પોલાભાઇ દેવાભાઇ ભુતીયા, ગોગનભાઇ લીલાભાઇ ઓડેદરા અને ભીમાભાઇ રણમલભાઇ ખુંટીને પકડી પાડયા હતા, તેઓના કબજામાંથી રૂા. 91, 000ની રોકડ ઉપરાંત રૂા.1, 50, 000ની કિંમતના 3 વાહનો તેમજ પાંચ મોબાઇલ ફોન સહીત કુલ રુા. 2, 43, 500ની માલમતા કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસના સંકજામાં સાત પૈકી પોરબંદરના છ શખ્સો સપડાયાનુ બહાર આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...