તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • રોગચાળો | ખાનગી દવાખાનામાંથી પણ વિગતો મગાવવાનું શરૂ કરાયું

રોગચાળો | ખાનગી દવાખાનામાંથી પણ વિગતો મગાવવાનું શરૂ કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાદા મલેરિયાના 5થી વધુ કેસ નોંધાયા

જામનગરમાં ડેન્ગ્યુના કેસ વધતા આરોગ્ય તંત્ર ઘાંઘંુ

જામનગરશહેરમાં એકાએક ડેન્ગ્યુ તાવનો ભરડો વધવા પામ્યો છે અને સોમવારની સ્થિતિએ 9 કેસ ડેન્ગ્યુના તાવના છે અને હજુ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે આરોગ્ય તંત્રએ ખાનગી દવાખાનાઓમાંથી પણ તાવના દરદીઓની વિગત મંગાવવાનું શરૂ કર્યુ છે. છેલ્લા સપ્તાહમાં સામાન્ય તાવના જિલ્લાભરમાં હજારોની સંખ્યામાં તાવના દરદીઓ નોંધાયા હતા. જો કે તેમને સામાન્ય સારવારની જરૂર પડી હતી.

જામનગર જિલ્લામાં આમ તો ચોમાસમાં ખાસ રોગચાળો વકર્યો નથી. પરંતુ ઋતુના સંધીકાળ વખતે જાણે તાવના પ્રકોપએ માથું ઉંચકયુ હોય તેમ એકાએક તાવના દરદીઓ વધવા લાગ્યા છે. તથા ખાસ કરીને વિચિત્ર તાવ એવા ડેન્ગ્યુના દરદીઓ છેલ્લા એક માસથી નોંધાવવાના શરૂ થયા છે.

જેમાંથી તમામના લોહીના નમુના લેવાયા હતા. અને રીપોર્ટ મુજબ પાંચ મેલેરીયાના, 250થી વધુ ડેન્ગ્યુના કેસ તા.26 સુધી નોંધાયા હતા. ત્યારબાદ જામનગર શહેરમાં ખાનગી હોસ્પિટલોમાં મળીને છેલ્લા બે દિવસમાં વધુ 25થી વધુ કેસ નોંધાયા છે. જેમાં દિગ્વીજય પ્લોટ, પંપહાઉસ, રામેશ્વરનગર અને ગોકુલનગર તથા કડિયાવાડ, નવાગામ ઘેડ, શંકરટેકરી જેવા અનેક વિસ્તારના દરદીઓનો સમાવેશ થાય છે. જો કે જામ્યુકોના દિલીપ પંચાલ દ્વારા જણાવ્યું છે કે, વરસે મચ્છરનો પ્રકોપ ઓછો છે તથા મચ્છરજન્ય રોગના દરદીઓ પણ ઓછા છે.

છતાં આરા દ્વારા સર્વેક્ષણ, સ્લાઇડસ લેવી બાદમાં જરૂરી સારવાર કરવી તેના સહીતના પગલાં લેવાઇ રહયા છે. તેમજ ડેગ્યુના દર્દીઓના સરનામા મેળવી તે વિસ્તારમાં ફોગીંગ, દવાનો છંટકાવ તથા પાણી સંગ્રહ કરતા ટાંકા, વાંસણોમાં દવાઓ નખવામાં આવી રહી છે અને પાણી સંગ્રહ કરવા સુચનાઓ અપાઈ છે.

ડેન્ગ્યુના બે પ્રકાર

સામાન્યરીતે મુખ્ય લક્ષણ તાવ ધરાવતા ડેન્ગ્યુ બે પ્રકારના છે. જેમાં હાડકા દુ:ખે, સતત પાંચ દિવસ તાવ રહે, આંખના ડોળા પાછળ દુ:ખે વગેરે લક્ષણ સામાન્ય ડેન્ગ્યુના છે. જયારે હેમરેજ ડેન્ગ્યુમાં ચામડી ઉપર ચકામા પડે, નસકોરી ફુટે, આંખમાં લોહી ધસી આવે સાથે સાથે ખૂબ તાવ તો ખરોજ. એડીસ નામના મચ્છરથી ફેલાતો તાવ વાયરલ છે. જે ઘણી વખત દવાઓને તુરંત રિસ્પોન્સ પણ આપે તેવું બને છે.

અન્ય સમાચારો પણ છે...