• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • મુહૂર્ત સાચવવા ST વિભાગ દ્વારા નવી સ્લિપર બસો મૂકી દેવાઇ

મુહૂર્ત સાચવવા ST વિભાગ દ્વારા નવી સ્લિપર બસો મૂકી દેવાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરએસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોની સુખાકારી માટે બે નવા રૂટો શરૂ કરાયા છે. જેમાં વડોદરા તથા મુંદ્રા રૂટની નવી બસો શરૂ કરાઇ છે. બસો સ્લિપર સાથે મુસાફરોની સુવિધામાં એક નવો વધારો શરૂ થયો છે. પરંતુ તંત્ર દ્વારા તારીખ સાચવવા માટે નવી બસો મૂકીને મુહૂર્તને સાચવવામાં આવ્યું હતું. જેથી મુસાફરોમાં એસટી વિભાગ સામે રોષ ભભૂક્યો છે.

એસટી વિભાગ દ્વારા નવા રૂટો સ્લિપર કોચમાં શરૂ કરવાના વાયદા સામે જૂની બસો મૂકી રૂટો શરૂ કરી દેવાયા છે. જેથી મુસાફરોમાં સ્લિપ બસની જગ્યાએ જૂની ખખડધજ જેવી બસોમાં બેસીને મુસાફરી કરી રહ્યા છે. આથી મુસાફરોમાં અનેક તર્કવિર્તકો ઉઠ્યા છે. દ્વારકાના એસટી વિભાગના મેનેજર જણાવ્યું હતું કે, હજુ સુધી ઉપરથી નવી બસો આવી નથી, જેથી જૂની બસોમાં ચલાવવામાં આવી રહી છે. આગામી સમયમાં નવી બસો ફાળવવામાં આવશે એટલે નવી બસો શરૂ કરાશે.

નવા રૂટો શરૂ કરવાની તારીખ હોવાથી તે સમયે અમારા ડિવિઝન દ્વારા નવી બસો મૂકીને મુહૂર્ત સાચવવામાં આવ્યા હતાં. જે આગામી સમય સુધી નવી બસો ઉપરથી આવે ત્યાં સુધી આવા લાંબા રૂટોમાં જૂની બસો મૂકીને રૂટો ચાલુ રાખવામાં આવશે.આમ લોકોની સુખાકારીમાં વધારો થવાને બદલે લાંબી મુસાફરીમાં અગવડતા પડી રહી હોય મુસાફરોમાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.

જૂની બસો દ્વારા ચલાવાતા દ્વારકા-વડોદરાના રૂટો, લાંબા રૂટોમાં ખખડધજ બસોથી મુસાફરોમાં વધતી હાલાકી

અન્ય સમાચારો પણ છે...