• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • આર.ટી.ઓ.દ્વારા તમામ પ્રકારના ટ્રાન્સપોર્ટ વાહનો માટે સીરીઝ તા.22ના રોજ

આર.ટી.ઓ.દ્વારા તમામ પ્રકારના ટ્રાન્સપોર્ટ વાહનો માટે સીરીઝ તા.22ના રોજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આર.ટી.ઓ.દ્વારા તમામ પ્રકારના ટ્રાન્સપોર્ટ વાહનો માટે સીરીઝ તા.22ના રોજ ટ્રાન્સપોર્ટ માટે જીજે 10-ટીએક્ષ 1 થી 9999 સુધીના નંબરોની નવી સીરીઝ શરૂ કરાશે. પસંદગીના નંબરના ઓક્શનમાં લાભ લેવા ઇચ્છુક વાહન માલીકોએ સરકારની પસંદગી નંબરો ફાળવણીની નવી પધ્ધતી અનુસાર વાહન ખરીદ કર્યા તારીખથી દિવસ-7માં વાહનનું રજીસ્ટ્રેશન કરાવી, અરજી કરવાની રહેશે ત્યારબાદ ઓકશનમાં ભાગ લેવા તા.15 થી તા.21 દરમ્યાન સવારે 11 થી 5 દરમિયાન કચેરીની નોંધણી શાખામાં પોતાની ઓફર અંગેની અરજી કરવાની રહેશે.

પસંદગી નંબર ફાળવણીની નંબરોનુ વર્ગીકરણ કરી, સુવર્ણ-ગોલ્ડન નંબરો, રજત-સિલ્વર નંબરોની ફી સુધારી જોગવાઇ છે. ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનોના ગોલ્ડન નંબર માટે ઓછામાં ઓછી રૂ. 25 હજાર તથા સિલ્વર નંબરો માટે રૂ. 10 હજાર ફી રાખાઇ છે.

અધિકારી રૂબરૂ ચીઠ્ઠી ફેંકી નંબરની ફાળવણી કરાશે

અન્ય સમાચારો પણ છે...