• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • રાઘવજી હકુભાની સાથે કોણ કોણ જાશે? અફવાનો દોર ચગ્યો

રાઘવજી-હકુભાની સાથે કોણ કોણ જાશે? અફવાનો દોર ચગ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસભાનીબેઠક માટેની ચુંટણીમાં કોંગ્રેસના એક માત્ર ઉમેદવાર અહેમદ પટેલનો કાંટો કાઢી નાખવા માટે કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો ભાજપમાં જોડાઇ રહ્યા છે. જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ અને જામનગર 78 બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાએ કોંગ્રેસની કાર્યપધ્ધતિનો જાહેરમાં વિરોધ કરી કોંગ્રેસ સામે બળવો કરી દીધો છે.

જામનગર જિલ્લા પંચાયત અને માર્કેટીંગયાર્ડ હાલમાં કોંગ્રેસના કબજામાં છે. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે રાઘવજીભાઇના પુત્ર જયેન્દ્રભાઇ પદ સંભાળી રહ્યા છે. રાઘવાજીભાઇના ભાજપમાં જવાથી જિલ્લા પંચાયત અને માર્કટિંગયાર્ડમાં પણ સતાના સુકાની બદલાશે, જોકે માટે રાઘવજીભાઇના સાથે કેટલા સભ્યો ભાજપમાં જોડાશે તે મહત્વનું છે. હાલમાં અનેક નામો ચર્ચાના ચગડોળે ચડ્યા છે. અાવી સ્થિતી હકુભાને લઇને છે. હકુભા કેટલાક કોર્પોરેટરો સાથે ભાજપમાં જોડાશે તેવું મહિનાઓથી શહેરમાં ચર્ચાઇ રહ્યું છે. હકુભાના પત્ની પ્રફુલાબા પણ હાલમાં કોંગ્રેસના કોર્પોરેટર છે. રાઘવજીભાઇ અને ધર્મેન્દ્રસિંહ (હકુભા)ના પક્ષપલ્ટા સાથે શહેર જિલ્લાના રાજકારણમાં પણ મોટી ઉથલપાથલ નિશ્ચિત છે.

અન્ય સમાચારો પણ છે...