ગંદકીઓ સાફ કરી દવાનો છંટકાવ કરવો જરૂરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનપાતંત્ર શહેરની પ્રજાને પુરતી સુવિધાઓ આપવા નિષ્ફળ રહેતું હોવાથી ફરિયાદોમાં વધારો થઇ રહયો છે. જેમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ તંત્રની બેદકારીને લીધે શહેરમાં ભયંકર રોગચાળા ફાટી નિકળવાની દહેશત ઉભી થવા પામી છે. અંગે જામ્યુકોના કમિશનર બારડને આરટીઆઇ એકિટવિસ્ટ હર્ષદ જે. પાબારી દ્વારા ગંદકી ફેલાયેલી છે ત્યાં સફાઇ કરવા માંગ કરવામાં આવી છે.

વરસાદ બાદ મનપાના સોલીડ વેસ્ટ વિભાગની શહેરમાં સફાઇ બાબતે ગંભીર બેદરકારી સામે આવી રહી છે. વરસાદી પાણીના ખાબોચીયાની યોગ્ય સફાઇ કરાતા કાદવ-કિચડને લીધે ગંદકીના ગંજ જોવા મળી રહયા છે. કોન્ટ્રાકટરો મનપાની તિજોરની સફાય કરી કરાેડો રૂપિયા મેળવતા હોવા છતાં સફાઇ કરવામાં નિષ્ફળ જઇ રહયા છે. ગંદકીના લીધે રોગચાળો ફાટી નિકળવાની સંભાવના સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...