• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર, દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતમાં જિલ્લા આયોજન સમિતિની ચૂંટણી યોજાશે

જામનગર, દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતમાં જિલ્લા આયોજન સમિતિની ચૂંટણી યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરજિલ્લામાં જિલ્લા આયોજન મંડળની ચૂંટણી યોજાશે ચૂંટણી અંતર્ગત જિલ્લા આયોજન મંડળ દ્વારા જિલ્લાની જિલ્લા પંચાયતો,તાલુકા પંચાયતો,નગરપાલિકાઓના તમામ વહીવટી કાર્યોને મંજુરી આપવાનુ કાર્ય કરતી હોય છે. સરકાર દ્વારા 2008મા જિલ્લા આયોજન સમિતિની ચૂંટણીનું આયોજન કરાયું હતું. જે હવે 2016 મા કાયદામા સુધારા વધારા કરીને ઓકટોબરમાં માસમાં ચૂંટણીનુ યોજાશે અને વહીવટી કાર્યો માટે સુગમતા અને નિતિનિયમ અનુશાર કરાશે જેની હાલ તમામ તૈયારીઓ શરૂ કરાઇ છે.મોટાભાગે ચૂંટણી ઓક્ટોબરમા યોજાવાની સંભાવના જોવા મળી રહિ છે.

સમિતિમા તમામ ધારાસભ્યો,સાંસદ,કલેકટર,ડીડીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ,જિલ્લા આયોજન અધિકારીઓ અને જેતે વિભાગના અધિકારીઓ દ્વારા સમિતિની રચના કરાતી હતી તેને સ્થાને હવે પંચાયતના સભ્યો પણ ભાગ લઈ શકશે.તમામ કાર્યો પ્રભારીમંત્રીના અધ્યક્ષ સ્થાને કામો મંજુર કરવામા આવે છે.હાલ ચૂંટણીમા માત્ર અધિકારીઓજ ભાગ લઈ શકતા હતા તેને સ્થાને હવે જિલ્લા પંચાયતના સભ્યો અને નગરપાલીકના સભ્યો પણ ભાગ લઈ શકશે જેમા જિલ્લા પંચાયતના 24 માથી 17 સભ્યો નગરપાલિકાના 3 સભ્યો ચૂંટાઇ શકશે જેમા જિલ્લા પંચાયતના 24 સભ્યો અને ધ્રોલ,કાલાવડ, જામજોધપુર, સિક્કાના નગરપાલિકાના સભ્યો અને જિલ્લા પંચાયતના 24 સભ્યો મતદાન કરી શકશે જેમા 4 નગરપાલિકા અને 1 જિલ્લા પંચાયતના તમામ સભ્યો મતદાન કરી શકશે હાલ ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા કલેકટર ફરજ બજાવશે તેની દેખરેખ ચૂંટણીને આખરીઓપ આપવામા આવશે તેવુ જિલ્લા આયોજન અધિકારી એન.આર. ટોપરાણીએ જણાવ્યુ હતુ.

જિલ્લા આયોજન સમિતિનુ મુખ્યકાર્ય તમામ વહીવટી કાર્યોને મંજુરી આપવાનુ છે. જિલ્લા પંચાયત તમામ તાલુકા પંચાયત , નગરપાલિકાઓ, ધારાસભ્ય , સાંસદ , જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના તમામ વહીવટી અને સામાજીક કાર્યોને આયોજન સમિતિ દ્વારા મંજુરી મળે ત્યારબાદ કાર્યો આગળ ધપે છે. ચૂંટણીનીનો મહત્વનુ પાસુ છેકે હવેથી જિલ્લા પંચાયતના સભ્યો પણ ચૂંટણીમા ભાગ લઈ શકશે જેથી કોઇ પણ આયોજન જિલ્લા પંચાયત , નગરપાલિકાઓની ધ્યાન મા રહેશે તેમજ વહીવટી સરળતા પણ સભ્યો જાણી શકશે. જેથી વહીવટી કાર્યોને મંજુર કરવા અગાઉ જે ઘણી હેરાનગતી થતી હતી તેનો હવે ઉકેલ શોધી શકાશે અને તેનું નિરાકરણ પણ થશે.

મુખ્યકાર્ય વહીવટી કાર્યોને મંજૂરી આપવાનું

વહીવટી મંજૂરીમાં અધિકારીઓ ભાગ લઈ શકતા હતા તેને સ્થાને સભ્યો પણ જોડાશે

જિલ્લા પંચાયત અને નગરપાલિકાનો નવા પરિપત્ર અનુસાર સમાવેશ કરાયો

અન્ય સમાચારો પણ છે...