તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રમુખ સ્વામીની સ્મૃતિમાં શ્રધ્ધાંજલિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની પૂણ્યસ્મૃતિમાં જામખંભાળિયાના નાગરીકો દ્વારા શ્રધ્ધાંજલી સમારોહનું આયોજન કરાયું છે.આ સમારોહ સતવારા વિદ્યાર્થી ભુવન, બેઠક રોડ, જામખંભાળિયા ખાતે તા. 15ના રાત્રે 8.30 થી 11 વાગ્યે યોજાશે જેમાં શહેરના પ્રતિષ્ઠિતો અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે આથી ખંભાળિયાની જનતાને શ્રધ્ધાંજલી સમારોહમાં પોતાની ભાવાંજલી અર્પણ માટે પધારવા અપીલ કરવામાં આવી છે.

થોડા સમય પહેલા બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા અને ભગવાન સ્વામિનારાયણના પાંચમાં આધ્યાત્મિક વારસદાર પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલિન થતાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...