જામ્યુકોના નગરસેવિકા કાદવના ખાડામાં પડ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાંનવાગામ ઘેડ વિસ્તારમાં ખડખડનગરમાં ચાલતી ગંદકીની કામગીરી જોવા ગયેલા નગરસેવિકા તેમા પડી ગયા હતાં જોકે સદનસીબે તેને કોઇ ઇજા થવા પામી હતી. કોર્પોરેટર રચનાબેન નંદાણિયા બુધવારે નવાગામ ઘેડના ખડખડનગર વિસ્તારમાં ગારા-કીચડનો ભોગ બન્યા હતા અને અક્સમાતે તેમાં ખાબકયા હતા.

જામનગરના નવાગામ વિસ્તારમાં ખડખડનગરના નિરીક્ષણ માટે નગરસેવિકા ગયા હતા ત્યારે અચાનક પગ લપસી પડતાં તે કાદવમાં ખાબક્યા હતા અને હાલતમાં તેમણે કમિશ્નરને રજૂઆત કરી હતી અને જણાવ્યુ હતું કે, વિસ્તારમાં રહેતા લોકો રસ્તાના કારણે ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે તેમજ અહી નજીકમાં એક શાળા આવેલી હોય જેમાં અભ્યાસ કરતાં વિધાર્થીઑના ભવિષ્ય અંગે સવાલ ઉઠવા પામ્યા છે તો તાત્કાલિક ધોરણે ગંદકી દૂર કરવવા અને રસ્તો રીપેર કરવવાની માંગ કરવામાં આવી હતી.

નવાગામ ઘેડમાં ખડખડમાં ગંદકીના થર

કાદવવાળા કપડે કમિશનરને રજૂઆત કરી

અન્ય સમાચારો પણ છે...