નામ દેવાના પ્રશ્ને પ્રૌઢ પર હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનારણજીતસાગર રોડ પર આવેલા પટેલ પાર્કની શેરી નં. 7માં રહેતા એક પ્રોઢ પર એક ગરાસિયા યુવાને હીંચકારો હુમલો કર્યો હતો અને એટીએમ તોડવામાં મારુનામ શું કામ આપ્યું તેમ કહી પ્રોઢે ગળામાં પહેરેલા દોઢ ટોલાના સોનાના ચેઇનની ચીલઝડપ કરી હતી.રણજીતસાગર રોડ પર પટેલ પાર્કની શેરી નં. 7માં રહેતા જયંતિલાલ દોગા નામના પ્રોઢને સોમવારે સંદીપસિંહ ઉર્ફે માધુભા જાડેજા નામના શખ્સે પટેલ પાર્ક વિસ્તારમાં આંતરી લીધા હતા.આ શખ્સે જયંતિલાલને ગાળો ભાંડી તે મારુ નામ એટીએમ તોડવાના કેસમાં પોલીસને કેમ આપ્યું હતું, તેમ કહી ફડાકા મારી જયંતિલાલના ગળા માથી દોઢ ટોલાના રૂપિયા 35 હજારના સોના ચેઇનની લૂંટ ચલાવી હતી ત્યાર પછી ધમકી આપ્યાની પ્રોઢે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...