તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • દ્વારકા જિલ્લા આયોજન સમિતિની ચૂંટણી અંગેનો કાર્યક્રમ જાહેર કરાયો

દ્વારકા જિલ્લા આયોજન સમિતિની ચૂંટણી અંગેનો કાર્યક્રમ જાહેર કરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવભૂમિદ્વારકા જિલ્લા આયોજન સમિતિની ચૂંટણી યોજવા માટેનો તબકકાવાર કાર્યક્રમ ગુજરાત સરકારના સામાન્યા વહીવટ વિભાગ, ગાંધીનગરના તા.૨૨-૧-૨૦૧૬ ના નોટીફીકેશનના નિયમ-૪ મુજબ પ્રાપ્તી થયેલ સત્તાની રૂએ નિયમ-૧૨ અન્વ-યે નકકી કરવામાં આવ્યો છે.

જેમા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યો પૈકી આયોજન સમિતિના 14 સભ્યોની ચુંટણી યોજવામા આવશે. તેમજ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 10 ઓકટોબર 11 થી 3 વાગ્યા સુધી, ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 14 ઓકટોબરે 11 વાગ્યાથી ચકાસણી પુર્ણ થયા સુધી તથા ઉમેદવારી પાછી ખેંચવાની તા.17 ઓકટોબર 3 વાગ્યા સુધી તેમજ હરીફ ઉમેદવારની યાદી પ્રસિધ્ધે તારીખ 18 ઓકટોબર આવશ્યઓક હોય તો મતદાનની તારીખ 28 ઓકટોબરના સવારના 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી મતગણતરીની તારીખ 29 ઓકટોબરને શનિવારના રોજ સવારના 9 વાગ્યાથી મતગણતરી પુરી થયા સુધી સ્થરળ ચુંટણી અધિકારી નકકી કરે તે તેમજ ચુંટણી પરીણામ જાહેર કરવાની તારીખ 29 ઓકટોબરને શનિવારના રોજ નકકી કરવામાં આવ્યુ છે.

જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યો પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્લા આયોજન સમિતિના ૧૪સભ્યોેની ચૂંટણી છે. ઉમેદવાર અથવા તેના નામની દરખાસ્ત કરનાર, ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત), જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી, ખંભાળીયાનો સંપર્ક કરવાનો રહેશે.

ઉમેદવારીપત્રો ભરવાની તારીખ 10 મુકરર કરાઇ

ચાર તાલુકાઓના 14 સભ્યો માટે ચૂંટણી યોજાશે

અન્ય સમાચારો પણ છે...