તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારીઓને GST અંગે માર્ગદર્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાંકોર્મશીયલ ટેકસ પ્રેકટીશનર્સ એસોસીએશન અને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુકત ઉપક્રમે જીએસટી અંગે યોજાયેલા માર્ગદર્શન સેમિનારમાં વેપારીઓને સ્ટોક,વર્કસ કોન્ટ્રાકટ,બ્રાસપાર્ટ ઉધોગમાં જીએસટીની શું અસર થશે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.વેપારીઓને મૂંઝવતા પ્રશ્નોના તજજ્ઞેએ પ્રત્યુતર પાઠવ્યા હતાં.

જીએસટી કાયદાની અમલવારી આગામી જુલાઇ માસથી થવાની હોય વેપારીઓ અને ઉધોગકારોમાં જાગૃતિ લાવવાના હેતુથી કુંવરબાઇ જૈન ધર્મશાળામાં શનિવારે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત સાંસદ પુનમબેન માડમે જીએસટી અંગે ઉપસ્થિત વેપારીઓ સાથે ચર્ચા કરી હતી.સેમિનારમાં અમદાવાદથી આવેલા તજજ્ઞ એડવોકેટ નયનભાઇ શેઠે જીએસટીમાં સ્ટોક,વર્કસ કોન્ટ્રાકટ,બ્રાસપાર્ટ ઉધોગ તથા વિવિધ પ્રશ્નોની સમજણ આપી હતી.ઉપરાંત સેમિનારમાં ઉપસ્થિત વેપારીઓના જીએસટી અંગેના સવાલોના જવાબ આપ્યા હતાં.સેમિનારમાં 1000થી વધુ વેપારીઓએ ભાગ લીધો હતો અને ચાર કલાક સુધી જીએસટી અંગે માહીતી મેળવી હતી.

સ્ટોક,વર્કસ કોન્ટ્રાક્ટ,બ્રાસપાર્ટના વેપારીઓને મૂંઝવતા પ્રશ્નોના તજજ્ઞેએ પ્રત્યુત્તર આપ્યા

અન્ય સમાચારો પણ છે...