તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી માહોલ વચ્ચે જામજોધપુરમાં ઝાપટું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરશહેર-િજલ્લામાં સૂર્યનારાયણના અસહ્ય તાપ વચ્ચે શહેરીજનો તોબા પાેકારી ઉઠયા હતાં. જેમાં સવારથી રાત્રી દરમિયાન વરસાદી વાદળો અવાર-નવાર બંધાતા લોકોમાં વરસાદને લઇને આતુરતા વધતી જોવા મળતી હોય છે.

પરંતુ વાદળોના હાઉકલી કરી વિખેરાઇ જતા હોય છે. આવા માહોલ વચ્ચે રવિવારે વાતાવરણમાં પલટો આવતા બપોર બાદ જામજોધપુરમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને સાંજે 6 વાગ્યા બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. પરંતુ માહોલ થોડા સમય પુરતો જોવા મળ્યો હતો.

જામનગર શહેર તથા િજલ્લામાં વરસાદી માહોલની આતુરતાથી લોકો રાહ જોઇ રહયા છે પરંતુ મનમુકીને વરસાદ વરસ્તા લોકો ઉકળાટનો અનુભવ કરી રહયા છે.

જેમાં રવિવારે જામજાેધપુરમાં બપોર બાદ વાદળો બંધાતા વરસાદી માહોલ સર્જાયો હતો અને ધીમી ધારે છાંટા શરૂ થયા હતાં. વરસાદી માહોલ સર્જાતા પવનના જોર વચ્ચે અસહય બફારા વચ્ચે લોકોએ ઠંડા માહોલનો અનુભવ કર્યો હતો. પરંતુ વરસાદી માહોલ થોડા સમય પુરતુ જોવા મળ્યો હતો અને એકાએક વરસાદે હાઉકલી કરતા શહેરીજનોએ નિરાશા અનુભવી હતી.

આમ વરસાદી માહોલ જામજોધપુરમાં જોવા મળ્યો હતો જયારે શહેર-િજલ્લાના ગામડાઓ કોળા ધાક જોવા મળ્યા હતાં અને અસહય બફારા વચ્ચે લોકો અકળાઇ ઉઠયા હતાં.

અન્ય સમાચારો પણ છે...