તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેન્કરે ST બસને ઠોકર મારતાં ચાલક સહિત પાંચને ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાબુંડા-જોડિયામાર્ગ પર ટેન્કરે એસટી બસને ઠોકર મારતાં બસના ચાલક સહિત પાંચ મુસાફરોને ઇજા પહોંચી હતી.જો કે સદનસીબે જાનહાનિ ટળી હતી.અકસ્માતમાં બસમાં નુકશાન થયું હતું.

બનાવની વિગત મુજબ શનિવારે રાત્રિના 9.45એ જાબુંડા-જોડિયા માર્ગ પરથી એસ.ટી.બસ નં.જીજે-18 વી-9105 જઇ રહી હતી ત્યારે વૃંદાવન ગૌશાળા પાસે ટેન્કર નં.એચઆર-55જી-4257ના ચાલકે પુરઝડપે ટેન્કર ચલાવી એસટી બસ સાથે ધડાકાભેર અથડાયું હતું.આથી સર્જાયેલા અકસ્માતમાં એસટી બસના આગળના કાચ તૂટી જતાં મુસાફરોના જીવ તાળવે ચોંટતા બુમાબુમ કરી મૂકી હતી.અકસ્માતમાં એસટી બસના ચાલક પ્રવીણસિંહ અને પાંચ મુસાફરને ઇજા પહોંચી હતી.

આથી તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં.બનાવ અંગે એસટી બસના ચાલક પ્રવીણસિંહે ફરિયાદ નોંધાવતા પોલીસે ટેન્કર ચાલક સામે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...